સ્ટાઈલીશ હેરસ્ટાઈલથી લુકને ચાર ચાંદ લાગશે
અબતક, રાજકોટ: કિશાનપરા ચોક ખાતે ડોમિનિક સલૂન નું ભવ્ય ઓપનિંગ સાથે આજે અષાઢી બીજ ના પવન દિવસ થી આ સલૂન હવે રાજકોટ ની જનતા માટે ઉપલબ્ધ છે તમારા પ્રકાર ની હેર તથા સ્કિન કર માટે! આ અવસર પર ડોમીનીક સલૂનના બંને કો – ઓનર અને કો – ફાઉન્ડર ઇથેન અને ધર્મેશે અબતક સાથે ખાસ વાતચીત કરી હતી.
2 વર્ષ ની મેહનત બાદ આજે અમારૂંં સપનું સાકાર થયું: ઇથેન
ડોમિનિક સલૂન ના કો – ઓનર અને કો – ફાઉન્ડર ઈથેન અબતક સાથે વિશેષ વાતચીત દરમિયાન જણાવે છે કે લોકોને લાગતું હશે કે મે મારી ફિલ્ડ અચાનક બદલાવી નાખી છે પરંતુ આ સલૂન બનવું મારી માટે એક સપનું હતું જેની તૈયારી 2 વર્ષ થી ચાલી રહી છે, ઘણા પ્રયાસ અને મેહનત બાદ આજે અમારું સપનું સાકાર થયું છે એટલે કે ડોમિનિક સલૂન તૈયાર થઈ ગયું છે ત્યારે ખૂબ જ હરખભેર ખુશી સમયે નથી સમતી!
રાજકોટના લોકો ને કઈક નવું અને પ્રીમિયમ સર્વિસ આપવા માંગીએ છે: ધર્મેશ
ડોમિનિક સલૂન ના હેર ડ્રેસર, કો – ઓનર અને કો – ફાઉન્ડર ધર્મેશ અબતક સાથે વાત કરતા જણાવે છે કે તેઓ હેર ડ્રેસિંગ ની ફિલ્ડ મા 12 વર્ષ નો બહોળો અનુભવ ધરાવું છું અને વિદાલ સાસુન, અલીમ હકીમ, અનિકેત જાદવ અને વિપુલ ચુડાસમા આ તમામને હું મારા આઇડલ માનું છું. રાજકોટ ના રહેવાસીઓ માટે કઈક નવું પીરસવા માંગીએ છે અને તમામ હેર એન્ડ સ્કિન કર માં પ્રીમિયમ સર્વિસીસ આપવા માંગીએ છે!