જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી લગભગ 2 કા 3 વર્ષમાં તે બાળક ચાલતું થઈ જાય છે અને એ બાળક ક્યારેય ચાલવાનું ભૂલતો નથી. તેવી જ રીતે આજે માણસ બધુ ભૂલી જાય પરંતુ ચાલવાનું ભૂલતો નથી પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માણસ ચાલવાનું ભૂલી ગયો. આવી વાતું કરીયે તો પણ લોકો આપણને ગાંડા સમજે છે. પરંતુ આ એક સત્ય ઘટના છે જ્યાં એક અવકાશ યાત્રી 197 દિવસ અવકાશમાં પસાર કર્યા બાદ પૃથ્વી પર પરત ફર્યો અને હવે તે ચાલવાનું ભૂલી ગયો.
હા અમે વાત કરી રહ્યા છી એક અવકાશ યાત્રિનિ જેને અવકાશમાં 197 દિવસ રહ્યા બાદ પોતે ચાલવાનું જ ભૂલી ગયો. હાલમાં જ એક વિડીયો સોસિયલ મીડિયમાં વાઇરલ થયો છે કે જેમાં આ યાત્રી ધરતી પર ચાલવાનું ભૂલી ગયો. અને તેના સાથીઓ અને મિત્રો તેને ચાલતા શીખવાડી રહ્યા છે.
આ વીડિયો એસ્ટ્રોનૉટ એ. જે. ફ્યૂસ્ટલે ટ્વિટર ઉપર શૅર કર્યો હતો કે જેઓ નાસાના એક સ્પેશ મિશનનો ભાગ હતાં. તેઓ સ્પેસમાં 197 દિવસ પસાર કર્યા બાદ ગત 5 ઑક્ટોબર, 2018ના રોજ પૃથ્વી પર પરત ફર્યા હતાં.
197 દિવસો દરમિયાન ત્રણ લોકોના આ ક્રૂએ સ્પેસમાં ઘણી બધી શોધો કરી હતી, પરંતુ ધરતી પર આવ્યા બાદ એક અંતરિક્ષ યાત્રીને નૉર્મલ થવામાં કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે, તે દર્શાવવા એ. જે.એ આ વીડિયો શૅર કર્યો. આ વિડિયોમાં તમે જોઈ સકો છો કે અંતરિક્ષમાં જવું એ સહેલું નથી લોકો આ પ્રવાસમાં ઈતર પ્રવૃતિ તો દૂર રહી ચાલવાનું પણ ભૂલી જાય છે.