રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં આજે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી: સૌરાષ્ટ્રના રર સહિત રાજયના 61 તાલુકાઓમાં વરસાદ
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હવે સાર્વત્રિક વરસાદની જરૂર છે. જો કે ઉત્તર પૂર્વીયમાં સક્રિય થયેલી સિસ્ટમ સમાપ્ત થતાં જ નૈઋત્યનું ચોમાસુ રાજ્યભરમાં જમાવટ કરી દેશે. હાલ કોઇ સિસ્ટમ દેખાતી નથી. જો કે રવિવાર બાદ વરસાદ ગુજરાતને ધમરોળે તેવું પણ લાગી રહ્યું છે. હાલ તો ફક્ત સૌરાષ્ટ્રમાં પ્રિ-મોનસૂન લોકલ ફોર્મેશનના કારણે વરસાદ પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ચાર સહિત રાજયના 61 જિલ્લાઓમાં છેલ્લા ર4 કલાક દરમિયાન હળવા ઝાપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ પડયો હતો. દરમિયાન આજે સવારે બે તાલુકાઓમાં ઝાપટા વરસ્યા હતા. આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 61 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સુરત જીલ્લાના કામરેજમાં ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લાના વડીયામાં સૌથી વધુ 17 મીમી, લીલીયામાં 1પ મીમી ઉપરાંત લીંબડીમાં 1પ મીમી, બોટાદમાં 1ર મીમી, ધારીમાં 11 મીમી, વઢવાણમાં 11 મીમી, વંથલીમાં 8 મીમી, લખતરમાં 7 મીમી, વિસાવદરમાં 6 મીમી, જુનાગઢમાં 6 મીમી, રાણાવાવમાં પ મીમી, કોડીનારમાં પ મીમી, કેશોદમાં 4 મીમી, ઉપલેટામાં 4 મીમી, માણાવદરમાં 3 મીમી, પોરબંદરમાં 3 મીમી, ગીર ગઢડામાં 3 મીમી, કુતિયાણામાં ર મીમી, જયારે જેસર, પડધરી અને શિહોરમાં ઝાપટા પડયા હતા. આજે સવારે અંકલેશ્ર્વર અને હંસોટામાં જોરદાર ઝાપટા પડયા હતા રાજકોટમાં ધુપ છાંવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારથી રાજકોટમાં ધુપ છાંવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે રાજકોટના ખંઢેરીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-ર0 મેચ રમાવાની છે જેના પર વરસાદનું જોખ ઝળુંબી રહ્યું છે.
- રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં નવા નીરની આવક
- ન્યારી-1 માં 16 ફુટ સહિત ચાર જળાશયોમાં પાણીની આવક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ન્યુ રાજકોટની જળ જરુરીયાત સતોષવા ન્યારી-1 માં પાણીની આવકના શ્રી ગણેશ થયા છે. આજે સવારે થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન ચાર ડેમમાં પાણીની આવક થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન ચાર ડેમમાં પાણીની આવક થવા પામી છે.
રાજકોટ જીલ્લાના વેણુ-ર ડેમમાં નવું 0.39 ફુટ પાણીની આવક થવા પામી છે. આજી-3 ડેમમાં 0.03 ફુટ પાણીની આવક થવા પામી છે. ન્યુ રાજકોટની જળ જરુરીયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં નવું 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે. 25.10 ફુટની ઉંડાઇ ધરાવતા ન્યારી-1 ડેમની જીવંત જળ સપાટી 15.30 ફુટે પહોંચી થવા પામી છે. ડેમમાં 768 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જયારે ન્યારી-ર ડેમમાં નવું 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે. 20.70 ફુટની ઉંડાઇ ધરાવતા ન્યારી-ર ડેમની જીવંત સપાટી 6.90 ફુટે પહોંચી થવા પામી છે.