શૈક્ષણિક સત્ર શરૂ થવાથી આવક, જાતિ, નોન ક્રીમીલેયર અને ડોમીસાઇલ સહિતના દાખલાઓ માટે ઘસારો થઈ રહ્યો છે. જેને પગલે દક્ષિણ અને પૂર્વ મામલતદાર ઓફિસ રજાના દિવસે પણ દાખલાની કામગીરી માટે કાર્યરત રહી છે. બીજી કચેરીમાં બીજા દિવસે દાખલો મળે છે જ્યારે પૂર્વ અને દક્ષિણ કચેરીઓમાં સેમ ડે દાખલો કાઢી અપાઈ છે.
મામલતદાર સી.એમ. દંગીની ઉત્કૃષ્ટ કામગીરી
શૈક્ષણિક સત્ર શરૂ થવાથી આવક, જાતિ, નોન ક્રીમીલેયર અને ડોમીસાઇલ સહિતના દાખલાઓ માટે ધસારો થતા રજાના દિવસે પણ કામ ચાલુ રખાયું
બીજી કચેરીમાં બીજા દિવસે દાખલો મળે છે, જ્યારે પૂર્વ અને દક્ષિણ કચેરીઓમાં સેમ ડે દાખલો કાઢી અપાય છે
દક્ષિણ મામલતદાર સી.એમ. દંગી હાલ પૂર્વ મામલતદારના પણ ઇન્ચાર્જ છે. ઝડપી કામગીરી માટે જાણીતા એવા સી.એમ. દંગી બન્ને મામલતદાર. કચેરીની કામગીરી સુપેરે પાર પાડી રહ્યા છે. દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થતા જ આવક, જાતિ, નોન ક્રીમીલેયર અને ડોમીસાઇલ સહિતના દાખલાઓ માટે ઘસારો થતો હોય છે. ત્યારે દર વર્ષે દક્ષિણ મામલતદાર કચેરી દાખલા કાઢી આપવાની કામગીરીમાં અગ્રેસર જ હોય છે. આ કચેરી હેઠળના વિસ્તારના દાખલાઓ ખૂબ સરળતાથી નીકળી જાય છે.
દરેક વર્ષે સી.એમ.દંગી અને તેમની ટીમ દાખલા કાઢવાની કામગીરી મિશન મોડ ઉપર કરીને લોકોને હાલાકી ન પડે તેની ખાસ તકેદારી રાખે છે. આ વર્ષે સી.એમ.દંગી પાસે પૂર્વ મામલતદાર કચેરીનો પણ ચાર્જ હોય પૂર્વ અને દક્ષિણ એમ બન્ને મામલતદાર કચેરીમાં તેઓના માર્ગદર્શન હેઠળ દાખલાની ઝડપી કામગીરી થઈ રહી છે. આજે શનિવાર હોય રજાનો દિવસ હોવા છતાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે આ બન્ને કચેરીમાં દાખલા કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
જ્યારે બીજી કચેરીઓમાં કતારોમાં એક દિવસ ઉભું રહેવું પડે છે. અને દાખલો બીજા દિવસે મળે છે. જ્યારે આ બન્ને કચેરીમાં તે જ દિવસે દાખકો કાઢી આપવામાં આવે છે. આમ મામલતદાર સી.એમ. દંગીનું મેનેજમેન્ટ અને કર્મનીસ્ઠા બીજા અધિકારીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.