કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે. લોકડાઉનથી વેપાર-ધંધાને મોટો ફટકો પડયો છે તો લોકડાઉન બાદ પણ જન્માષ્ટમી, ગણેશોત્સવ વગેરે તહેવારો પર પ્રતિબંધ લાદતા વેપારીઓને મહામંદીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતીઓના ગરબા નવરાત્રી નજીકના દિવસોમાં આવી રહી છે પરંતુ કોરોના સંક્રમણ અટકાવવા લોકોની સુખાકારી માટે સરકારે નવરાત્રી યોજવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે જેથી પ્રાચીચ, અર્વાચીન ગરબા ચાલુ વર્ષે થશે નહિ, અર્વાચીન રાસોત્સવ બંધ રહેતા મોટા આયોજકોને તો નુકશાની વેઠવી જ પડી છે પરંતુ નાના પાયે સંગીત ઇન્સ્ટ્રુમેનટનો ધંધો કરી પેટીયું રડતા ધંધાર્થીઓ- વેપારીઓ માટે આ તહેવાર બંધ રહેતા મહા મુશ્કેલી ઉભી થઇ છે. રામનાથ પરા મેઇન રોડ પર તબલા, ઢોલ, નગારા, મંજીરા, ખંજરી વગેરે સંગીત સાધનો વેચતા અને રીપેરીંગ કરતા રવિન્દ્રભાઇ આ અંગે જણાવે છે કે અમે પેઢીઓથી આ ધંધો કરી રહ્યા છીએ. અમારા ધંધાને પ્રથમ વખત આટલી મોટી નુકશાની આ વર્ષે વેઠવી પડશે, આખો દિવસ દરમ્યાન માંડ ૪ થી પ ગ્રાહક દુકાને રડયુ ખડયુ કામ કરાવવા આવે છે. અને ચા-પાણીનો માંડ ખર્ચો નીકળે છે. નવરાત્રી બાદ પણ તમામ નાના મોટા ફંકશનો બંધ રહેવાના હોય અને હજુ કેટલા દિવસો બાદ ધંધો રેગ્યુલર શરુ થાય તે કહેવું પણ ઘણું મુશ્કેલ છે. (તસવીર: કરણ વાડોલીયા)
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે