વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે…
ઐતિહાસિક ‘ગાંધીકુચ’ના સાક્ષી બન્યા ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાર્ધશતાબ્દિ સમાપન સમારોહનાં પાવન અવસરે ગાંધી વિચારધારાનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને ખાસ તો આજની પેઢીનાં વિદ્યાર્થીઓ, યુવાનો ગાંધીવિચાર ધારાનાં રંગે રંગાય એવા શુભ આશયથી ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા રાજકોટ શહેરનાં રાજમાર્ગો પર વિશાળ ગાંધી વિચારયાત્રા ફરી ત્યારે જાણે કે ગાંધી વિચારધારાનો પ્રવાહ માર્ગો પર વહેતો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તકે અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા ‘ગાંધીકુચ’માં જોડાઈ આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બન્યા હતા.
મહત્વનું છે કે, ૧૫૦ વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીનો વેશ ધારણ કરી ગાંધીકુચ કરવામાં આવેલ તેમજ ગાંધીજીની પ્રતિમા સાથે રથ અને પંચશીલ સ્કુલ દ્વારા ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ વિશ્ર્વની વિશાળકાય ગાંધીટોપીનાં ફલોડર્સ લોકોને આકર્ષિત કર્યા હતા. ફ્રિડમ યુવા ગ્રુપ-રાજકોટ પ્રેરીત ગાંધી વિચાર યાત્રા સમિતિ આયોજીત-એમ.કે. ૧૫૦ ગાંધીકુચ સવારે ૯:૦૦ કલાકે જયુબેલી ચોક ખાતેથી જાહેર જીવન-સમાજ જીવનમાં આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રસ્થાન થઈ ત્યાંથી ત્રિકોણબાગથી ગેસફોર્ડ સીનેમા રોડ, માલવીયા ચોક થઈને રાષ્ટ્રીય શાળા ખાતે વિરામ પામી હતી. એમ.કે. ૧૫૦ ગાંધીકુચનું પ્રસ્થાન યાત્રાનાં અધ્યક્ષ અને રઘુવંશી આગેવાન બીપીનભાઈ પલાણ, ગુજરાત પ્રદેશ ભાજપનાં નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટનાં પ્રથમ નાગરીક બીનાબેન આચાર્ય દ્વારા કરાયું હતું.
આ તકે ગુજરાત મ્યુ.ફાયનાન્સ બેંકનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, કશ્યપભાઈ શુકલ, ઉદયભાઈ કાનગડ, ડો.અમીતભાઈ હપાણી, રમાબેન હેરમા, એચ.એ.નકાણી, ડી.કે.વડોદરીયા, વિનુભાઈ ઉદાણી, દેવાંગભાઈ માંકડ સહિતનાઓની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહી હતી. રાષ્ટ્રીય શાળા ખાતે મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા ગાંધીકુચનું સ્વાગત કરાયું હતું. સાથોસાથ રાષ્ટ્રીય શાળાનાં સભાખંડમાં સન્માન સમારંભ પણ યોજાયો હતો. સતત ૧૬માં વર્ષે ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા વિરાટ ગાંધી વિચાર યાત્રામાં સંસ્થાનાં કાર્યકર્તાઓ શ્ર્વેતવસ્ત્ર પરીધાન કરી યાત્રામાં જોડાયા હતા.
આયોજનને સફળ બનાવવા સંસ્થાનાં સ્થાપક અને યાત્રાનાં પ્રણેતા ભાગ્યેશ વોરાની રાહબરીમાં ચેરમેન મનોજ ડોડીયા, પ્રમુખ સંજય પારેખ, પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, સુરેશ રાજપુરોહીત, રીતેશ ચોકસી, નિમેશ કેસરીયા, રાજન સુરુ, રસીક મોરધરા, દિલજીત ચૌહાણ, અલ્પેશ ગોહેલ, જયપ્રકાશ ફલારા, જીતુભાઈ સેલારા, મયંક પાંઉ, પારસ વાણીયા, સંજય ચૌહાણ, જય આહિર, જય દુધૈયા, અજીત ડોડીયા, પુનીત બુંદેલા, વિશાલ ગોયાણી, રાજ ચાવડા, જીતેશ સંઘાણી, મીલન વોરા, ધૃમીલ પારેખ, ધવલ પંડયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.