‘વસુદેવ કુટુમ્બકમ’નું સૂત્ર આપનાર સંસ્કૃત આપણી પ્રાચીન સાંસ્કૃતિક વારસાના પ્રતિક જેવી ભાષા આપણી વચ્ચે દિવસે-દિવસે સિમિત બનતી જાય છે. સંસ્કૃતનું મહત્વ સમજવામાં આપણી આંખે જે આધુનિક વિશ્વના ચમકારાથી અંધારા આવી ગયા છે તે ટેકનોલોજી અને વિજ્ઞાનને હવે ભારતની મૂળભૂત ધરોહર અને સર્વ ભાષાની જનેતા એવી સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાય છે.
માત્ર ભારતની જ નહીં વિશ્વની પ્રાચીન ભાષા સંસ્કૃતમાં વિજ્ઞાન, ભાષા સાહિત્ય અને ટેકનોલોજીના ગૃઢ રહસ્યો છુપાયેલાં છે. સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભાષા છે, હતી અને કાયમ રહેશે. વિદ્વાનોના વિશ્વએ સંસ્કૃતને ખૂબ જ પવિત્ર, કુદરતી અને વાસ્તવિક ભાષા સ્વીકારી છે. તમામ ધર્મના તત્વચિંતક બુધ્ધિજીવીઓ સંસ્કૃતના ઉપાસક રહેલાં છે. કેમ કે સંસ્કૃતએ પૂર્ણ ભાષા છે.
શુધ્ધ ઉચ્ચારણ, ઉચિત વ્યાકરણ, વિવેક અને ભાષા અને વ્યક્તિત્વનો સંપૂર્ણપણે તાલમેલ સંસ્કૃત ભાષા જ જોવા મળે છે. અત્યારે અંગ્રેજીને ગ્લોબલ લેગ્વેંજ માનવામાં આવે છે પણ તેની અનેક મર્યાદાઓ છે. અંગ્રેજી KNOW નો અને NO નોમાં ઉચ્ચારણ એક છે પરંતુ અર્થમાં ખૂબ મોટો તફાવત છે જ્યારે કે સાઇલન્ટ થઇ જાય છે. તો ક્યાંય સી સાઇલન્ટ થઇ જાય છે. અંગ્રેજીની આ મર્યાદાના કારણે કોમ્પ્યૂટરની ટોકીંગ લેગ્વેંજ માટે સંસ્કૃત સંપૂર્ણ પણે યોગ્ય પૂરવાર થઇ રહી છે.
આવનાર દિવસોમાં ભારતની જે ભાષા ભારતમાં જ કર્મકાંડની ભાષા બનીને રહી ગઇ છે તેને વિશ્વનું વિજ્ઞાન ગળે લગાડશે આપણે અહીં સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપનાઓ થઇ ગઇ છે. પરંતુ આ યુનિવર્સિટીમાં તૈયાર થતાં પંડિતો અને ધર્મ-કર્મકાંડ અને શાસ્ત્રોના જ્ઞાનથી વિશારદ બનાવવામાં આવે છે. કોમ્પ્યુટરનું જ્ઞાન અપાતું નથી વિશ્વ જ્યારે સંસ્કૃતને કોમ્પ્યુટરની ટોકીંગ લેગ્વેંજ બનાવવા ભારતની મદદ માંગશે ત્યારે સંસ્કૃતના નિષ્ણાંત હશે તેને કોમ્પ્યુટરનું જ્ઞાન નહીં હોય અને કોમ્પ્યુટર જાણકારને સંસ્કૃત નહીં આવડતું હોય, કોમ્પ્યુટરની ટોકીંગ લેગ્વેંજ માટે નિશ્ર્ચિત ઉચ્ચારણ અને તેના અર્થનો તાલમેલ જરૂરી છે.
કોમ્પ્યુટર માટે ‘જો બોલા વહી લીખા, લીખેગા વહી પઢેગા’ માટે સંસ્કૃતમાં શુધ્ધ આચરણ અને શબ્દથી કોમ્પ્યુટરની ટોકીંગ લેગ્વેંજ દુરસ્ત ચાલશે. દુનિયાની કોઇપણ ભાષા કોમ્પ્યુટર માટે સંસ્કૃત જેવી પરફેક્ટ નથી. સંસ્કૃત ભાષામાં પ્રત્યેક શબ્દનો ચોક્કસ અર્થ અને એકરૂપતાનું વિજ્ઞાન રહેવું છે. સંસ્કૃત ભાષા ‘વસુદેવ કુટુમ્બકમ’ પારિવારિકનો આદર શિખવે છે. અંગ્રેજી ભાષા વિશ્વને બજાર ગણે છે. બજારમાં માત્ર વેપાર હોય, પરિવારમાં પ્રેમ હોય, પ્રાચિન સંસ્કૃત ભાષાનું મહત્વ હવે વિશ્વને સમજાઇ ચુક્યુ છે. સંસ્કૃત ભાષા વગર વિદ્વતા આવતી નથી. ભારત પોતાની ધરોહર ભૂલી ગયું છે અને દુનિયાભરના દેશોમાં સંસ્કૃત શિખવાની તાલાવેલી લાગી છે.
સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં ઇસ્લામિક દેશો સહિતનું વિશ્વ જ્ઞાન લેવા કતારમાં ઉભું છે ત્યારે આપણે પણ સંસ્કૃતનું ગરીમા સમજીને તેનું જતન કરવું જોઇએ. સંસ્કૃત માત્ર શાસ્ત્રની ભાષા નહીં વિજ્ઞાનનું શસ્ત્ર પણ છે. સંસ્કૃત થકી ભારત ફરીથી વિશ્વગુરૂ બનવા મક્કમ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીયોએ પણ સંસ્કૃતનું મહત્વ વહેલાસર સમજી લેવાનો સમય પાકી ગયો છે.