બીજેપીનાં અનુરાગ ઠાકુરે કહ્યું: હું યોગાનુયોગ રાજનીતિમાં આવી ગયો છું કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંઘે કહ્યું : હું રાજનીતિમાં આવવા ઉતાવળો હતો
હિમાચલમાં ભાજપના નેતાઓના પુત્રો રાજકારણથી દૂર રહેશે જયારે કોંગ્રેસે વંશપરંપરાગત ઉમેદવારી નોંધાવી છે. એકંદરે દિગ્ગજ રાજકારણી પિતાના ઓછાયામાંથી બહાર નીકળવા પુત્રશે પા પા પગલી ભરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદ માટે પ્રમોટ કરાયેલા ઉમેદવાર પ્રેમ કુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે હું કદી રાજકારણમાં આવવા માંગતો જ નહતો. હું તો અન્ડર નાઈન્ટીન ક્રિકેટ ટીમનો સુકાની હતો.
મારે આગળ વધીને યીમ ઈન્ડીયામાં સામેલ થઈને દેશ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવું હતુ પરંતુ યોગાનુયોગ હું રાજનીતિમાં આવી ગયો છું.
વિરભદ્રસિંઘના પુત્ર વિક્રમાદિત્ય સિંઘે કહ્યું કે મારા પિતા છેલ્લા ૬૦ વર્ષથી સક્રિય રાજકારણમાં છે.
મેં બાળપણથી જ રાજનીતિનો માહોલ જોયો છે.
એટલે હું ઉમેદવારી કરી રહ્યો છું સીમલા રૂરલ સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છું આ બેઠક પરથી વીરભદ્રસિંઘ લડતા પરંતુ હવે તેમનો પુત્ર ચૂંટણી જંગ લડશે.
હું યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે સક્રિય રાજનીતિમાં પ્રવેશ્યો છું.બંનેની પર્સનાલિટી જુદી છે.
ઠાકુર કહે છે કે, હું યોગાનુયોગ રાજનીતિમાં આવી ગયો છું મારો પ્રથમ પ્રેમ ક્રિકેટ હતો જયારે જુનીયર સિંઘ કહે છે કે હું ૨૫ વર્ષનો થાઉં ત્યાં સુધી રાજનીતિમાં પ્રવેશવા રાહ જોઈ શકું તેમ ન હતો.
હવે જોઈએ કે ચૂંટણીના પરિણામો તેમની રાજકીય કારકીર્દીને કેવો ક વળાંક આપે છે.