વ્યાસ ભગવાને શ્રીમદ્દ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વના ગુરુ સ્થાને મૂકી છે. ગહન ચાર વેદો ઋગ્વેદ, સામવેદ, યર્જુવેદ, અથર્વવેદને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરોઘર સુધી પહોચાડનાર જો કોઇ હોય તો તે વેદવ્યાસ ભગવાન છે.
જેવી રીતે યજ્ઞનો ધુમાડો બિમારીઓ સામે પ્રતિકાર શકિત વધારે છે તેવી રીતે શ્રઘ્ધા અને યોગ્ય ઉચ્ચાર સાથે બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી અનેક રોગો, મનની નિર્બળતા, હતાશા, વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે. હાલ ભારતમાં દિવસે દિવસે કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે આ કષ્ટના નિવારણ માટે શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી દશૃનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી સહિત વેદ પ્રાઘ્યાપકો ભાર્ગવજી, હરિ કુલકર્ણીજી સતયજીતજી અને ઓમકારજી દરરોજ સવારે અને સાંજે ચારેય વેદોની પારાયણ કરી રહ્યા છે.