ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માગું છું’ નું આ ગીત કદાચ બીજેપીનું કેમ્પેઇન ટ્યુન બની શકે
ગુજરાતી ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માગું છું’ નું ગીત ‘ન મો ન મો’ આજે રીલીઝ થશે બીજીપી ઇલેકશન કેમ્પેઇન ટયૂન બની શકે તેમ પાર્ટી સૂત્રોએ જણાવ્યું છે ફિલ્મમેકર અનિલ નારાયણ આજે અહીં અમદાવાદ ખાતે ગીત ‘ન મો ન મો’ ને લોંચ કરવાના છે. ‘હું નરેન્દ્ર મોદી બનવા માગું છું’ ફિલ્મ આગામી તારીખ ૧પમી ડીસેમ્બર ૨૦૧૭ના રોજ રીલીઝ થવાની છે.
ટૂંકમાં ૧૪ ડીસેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પૂરી થશે ત્યારે ૧પ ડીસેમ્બરે ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માગું છું’ રીલીઝ કરી દેવામાં આવશે. ગુજરાતભરના સિનેમાઘરોમાં આ ફિલ્મ રીલીઝ થશે. ફિલ્મ રૂપિયા ર કરોડના બજેટથી બની છે. છેલ્લા એક વર્ષથી ફિલ્મનું પ્રોડકશન ચાલતું હતું. પ્રોડકશન હાઉસે ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામનો ઉપયોગ કરવા બદલ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફીસ (પી.એમ.) ની પરવાનગી લીધી હતી.
નિર્માતાએ જણાવ્યું હતું કે ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માગું છું’ તે વડાપ્રધાન મોદીના શરુઆતી જીવન કવન પર આધારીત છે. અને આ ફિલ્મના બીજા ભાગ માટે લેખનનું કામ પણ શરુ કરી દીધું છે.