ગ્રામ્ય વિસ્તારની ૩૪૦૦૦ શાળાઓ દ્વારા પ્રવેશોત્સવમાં સંઘનું ગીત વગાડાતા વિરોધીઓમાં ગણગણાટ
ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોની ૩૪,૦૦૦ શાળાઓમાં આજે ૧૬મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીત ‘મનુષ્ય બડા મહાન હૈ’ દ્વારા કરવામાં આવ્યા હતો. રાજયના શિક્ષણ વિભાગના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે વિવિધ બોર્ડના વિદ્યાર્થીઓના સેક્ધડરી અને હાયર સેક્ધડરી શાળાઓએ તેમાં ભાગ લીધો હતો. આ પ્રારંભમાં જે ગીત એનરોલમેન્ટ ડ્રાઈવમાં વગાડવામાં આવ્યું હતુ તે સંઘનું હોવાથી વિરોધપક્ષમાં શું શિક્ષણનું ભગવાકરણનો થઈ નથી રહ્યું ને? એવી ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
આ મામલે વિરોધીઓને તેમના વિરોધના સૂર વ્યકત કરીને વિવાદ ઉભો કરવાનો મોકો પ્રાપ્ત થયો હતો. અને આ મામલે વધુ એક વખત વિરોધ માટે ગણગણાટ શ‚ કર્યો હતો.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમા દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓના આ પ્રવેશોત્સવનો પ્રારંભ આજથી ત્રણ દિવસ થશે તેમજ તે ૨૨ થી ૨૪ જૂન સૂધી ચાલશે તેમ જાહેર કરવામાં આવ્યું હતુ તેમજ નવા શૈક્ષણીક વર્ષનાં ૧૦૦ ટકા પ્રવેશ પૂર્ણ કરવામાં આવશે. તેમ જણાવાયું હતુ. આ પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓનું તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગ કરવામાં આવ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારની સૂચના દ્વારા વગાડવામાં આવેલ એનરોલમેન્ટ ડ્રાઈવમાં વગાડવામા આવેલ ગીત ‘મનુષ્ય બડા મહાન હૈ’ તે આરએસએસનું પ્રસિધ્ધ ગીત છે. અને પ્રધાનમંત્રી મોદીને પ્રિય છે. ત્યારે મોદી સરકારને વ્હાલા થવા માટે વર્તમાન રાજય સરકાર આમ કરી રહી હોવાનો ગણગણાટ વિરોધીઓમાં શ‚ થયો હતો.