ક્રિસમસ નામ સાંભળીને જ બાળકોના મનમાં સફેદ લાંબી દાઢી લાલ કપડા અને માથા પર ટોપી પહેરેલા એક ઘરડા દાદા નું ચિત્ર યાદ આવે જેને આપણે સાન્તાક્લોઝ તરીકે ઓળખીએ છીએ. જ્યારે સાન્તાક્લોઝ આવીને બાળકોને જિંગલ બેલ જિંગલ બેલ સોંગ સંભળાવે છે ત્યારે બાળકોને આનંદ આવે છે પરંતુ શું તમે જાણો છો આ ગીતનો ક્રિસ્મસ સાથે શું કનેક્શન છે ??
ઈસુ ખ્રિસ્તીના જન્મની ખુશીમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. ક્રિસમસ પર વગાડવામાં આવતા જિંગલ બેલ્સ ગીતને આ તહેવારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ ગીતની કહાની જાણીને તમે ચોંકી જશો. તો ચાલો જાણીએ આ ગીત પાછળનો ઈતિહાસ:
જીંગલ બેલ્સ એ થેંક્સગિવીંગ ગીત છે જે 1850માં જેમ્સ પિઅરપોન્ટ દ્વારા રચવામાં આવ્યું હતું. 1890માં તે હિટ ગીત બની ગયું હતું. જ્યારે આ ગીત બનાવવામાં આવ્યું હતું, ત્યારે તેનો નાતાલ સાથે કોઈ સંબંધ તેમાં નાતાલનો કોઈ ઉલ્લેખ નથી. તે પછી તે ‘વન હોર્સ ઓપન સ્લીહ’ તરીકે ઓળખાતું હતું
એવું કહેવાય છે કે આ ગીત રિલીઝ થયાના બે વર્ષ બાદ તેનું ટાઈટલ બદલીને જિંગલ બેલ્સ કરવામાં આવ્યું હતું. સાન્તાક્લોઝના હાથમાંની ઘંટડી જિંગલ બેલ તરીકે જાણીતી થઈ. ક્રિસમસ પર જેમ કેક, મીણબત્તીઓ અને સાન્તાક્લોઝનું મહત્વ છે, તેવી જ રીતે હવે આ ગીત વિના ક્રિસમસ અધૂરું માનવામાં આવે છે.