કવિ ગ્વાલે રાજયને ભેટ આપેલી કૃતિને બિરદાવાઇ
તાજેતરમાં “વિશ્વાસ ફિમ્સ” સોમનાથ દ્વારા સૌ પ્રથમ સોંગ “જનેતા” ગત તા.04 એપ્રિલેના રોજ રીલે કરવામાં આવેલ આ પારાવારિક સોંગને રાજ્યભરમાંથી દર્શક મિત્રો દ્વારા ખુબ જ સારો પ્રતિસાદ મળતા ગુજરાતના મશહૂર કવિ ગ્વાલ (ભીખુભાઇ રાજપરા-વીરપુર) વાળા પણ ખુબ જ પ્રભાવિત થયા હતા અને કવિ ગ્વાલ એ આ “જનેતા” સોંગને ખુબ જ બિરદાવી “વિશ્વાસ ફિમ્સ” સોમનાથના સફળ નિર્માતા એવા ભગુભાઈ વાળાને રૂબરૂ શુભેચ્છા પાઠવી સફળ સ્વરચિત “ગુજરાતની ગાથા” ગીત ભેટ આપેલ આ તકે યુનિટના સહ નિર્માતા ધવલ રાયકા-પ્રોજેક્ટ મેનેજર ધારા પટેલ (અભિનેત્રી)-પ્રોજેક્ટ ઓર્ગેનાઈઝર રામભાઈ કવિરાજ દ્વારા કવિ ગ્વાલ નું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ અને આ ભેટ માં મળેલ ગુજરાતની ગાથા સોંગનું યોગ્ય ફિલ્માંકન કરી ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે ગુજરાતના દર્શક મિત્રો સમક્ષ રીતે કરવા વિશ્વાસ ફિક્સ પ્રોડકશનના પ્રોજેક્ટ મેનેજર અને અભિનેત્રી ધારા પટેલે વિશ્વાસ આપી કવિ ગ્વાલ નો આભાર વ્યક્ત કરતા ખુબ ગૌરવ સાથે આનંદની લાગણી વ્યક્ત કરેલ હતી અને આ તકે અભિનેત્રીએ વધુમાં જણાવેલ કે આ ગીતના હૃદયસ્પર્શી શબ્દોમાં સોનામાં સુગંધ ભેળવીશું દૈનિક પેપરોના જાણીતા નવલ કથાકાર એવા આદરણીય લેખક બાલેન્દુશેખર જાની (રાજકોટ) દ્વારા ગુજરાતની અસ્મિતા ને આ ગીત દ્વારા ઉજાગર કરવાના વિશ્વાસ ફિમ્સ દ્વારા સફળ પ્રયાસો હાથ ધરવા બદલ નિર્માતા ભગુભાઈ વાળા તથા પુરી ટીમને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવવામાં આવેલ હોવાનું અભિનેત્રી યાદીમાં જણાવાયું છે.