કહેવાય છે કે “મન હોય તો માળવે જવાય”આ શબ્દો આજે ધોરણ-10 ના ઝળહળતા આવેલા પરિણામમાં કઠોર પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે સાર્થક કરીને ગોંડલમાં ટ્રેક્ટર રીપેરીંગ કરતા પિતાના પુત્રએ ગુજરાતમાં ધોરણ-10 સફળતા સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે…
ગોંડલના BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા એક સામાન્ય પટેલ પરિવારના ટ્રેક્ટર રીપેરીંગનું કાર્ય કરતા પિતાના પુત્ર કૃતિક વિઠ્ઠલભાઈ કોટડીયાએ ધોરણ-10માં 99.99 PR અને 96.33% મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે.આ સાથે એક મીકેનીકલના પુત્રએ ગોંડલ અને તેમની શાળાનું પણ ગૌરવ વધાર્યુ છે.ત્યારે ગોંડલને ધોરણ-10મા કેન્દ્રમાં છેલ્લા બે વર્ષથી પ્રથમ નંબર હાંસલ કરનાર વિદ્યાર્થીનું ગૌરવ અપાવતા BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર સ્કૂલના શિક્ષકો સ્ટાફમિત્રો અને શાળા સંચાલક સંતોએ પણ શાળાના આદર્શ અને ઉચ્ચશિક્ષણને લઈને વિદ્યાર્થીઓ સફળતા હાંસલ કરતા હોવાનું જણાવીને કૃતિક કોટડીયાને શુભેચ્છા પાઠવી હતી….
ગોંડલ સાથે કોટડીયા પરિવારનું નામ રોશન કરનાર એક આર્થિક નબળી પરિસ્થિતિમાં પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા પિતા વિઠ્ઠલભાઈ કોટડીયા પોતાના પુત્ર કૃતિકની સફળતાએ સંતોના આશિર્વાદ અને શિક્ષકોને આભારી હોવાનું જણાવી રહ્યાં છે…
કહેવાય છે કે તમારા આત્મવિશ્ર્વાસ પ્રબળ હોય તો પરિણામ જરૂર મળે જ તેમ ગોંડલ BAPS સ્વામિનારાયણ ગુરૂકુળમાં બે વર્ષથી અભ્યાસ કરતા કૃતિક કોટડીયાએ ધોરણ- 10માં પ્રથમ નંબર હાંસલ કરવામાં છેલ્લા બે મહિનામાં કરેલા 13 કલાકનો વાંચનનો અથાગ પ્રરિશ્રમની સાથે સ્કૂલ સંચાલકોની મહેનત હોવાનું જણાવવી રહ્યો છે.આ સાથે જ કૃતિક આગળ કરીને એમએસ ડોક્ટરની પથ્વી પ્રાપ્ત કરવાનું વધુંમાં જણાવી રહ્યો છે…