અમરેલીના પોલીસ અધિક્ષક નિર્લીપ્તરાયે અમરેલી જીલ્લામાં આવેલ નદીઓ તથા દરિયાકાંઠાના વિસ્તારમાં રેતી ચોરી અટકાવવા માટે આપેલ સુચના અને નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણીના માર્ગદર્શન મુજબ જાફરાબાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર.ટી.ચનુરાએ પોતાના તાબાના પોલીસ કર્મચારીઓને રેતી ચોરી અટકાવવા પેટ્રોલીંગ કરવાની સુચના આપતા જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ પાસેથી ગેરકાયદે વગર લીઝ રોયલ્ટી પરમીટવાળુ એક ટ્રેકટર લારી સાથે જેમાં રેતી આશરે ૮ ટન જેની કિંમત રૂ.૪૦૦૦/- તથા ટ્રેકટર લારી સાથે ૫,૫૦,૦૦૦/- મળી કુલ ‚રૂ.૫,૫૪,૦૦૦/-નો મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડી જાફરાબાદ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૩/૧૮ આઈપીસી ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો રજી.

કરી આગળની તપાસ હાથધરી પકડાયેલ આરોપીઓની સઘન પુછપરછ દરમ્યાન વગર રોયલ્ટી પાસ પરમીટ વગર દરીયા કિનારેથી ચોરી કરેલ રેતી ટીંબી ગામના સરપંચના પુત્ર અભેસિંહ કરશનભાઈ ગોહિલ (રહે.ટીંબીવાળા)ને આપેલ હોવાનું ખુલવા પામતા આ કામના તહોમતદાર અભેસિંહ કરશનભાઈ ગોહિલ રહે.ટીંબીવાળાને પકડી પાડી મજકુર આરોપી પાસેથી આશરે રેતી ૪ ટન કિ.‚રૂ.૨૦૦૦ની કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.