- હિસ્ટ્રીશીટર મિલન ખખ્ખરનું પાસા વોરંટ બજાવી લાજપોર જેલ હવાલે કરતી યુનિવર્સિટી પોલીસ
- શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા વારંવાર ગુના આચરતા વધુ બે ગુનેગારોને પાસાના પુંજરે પુરવામાં આવ્યાં છે. કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીના પુત્ર મોહીનને પાસાના પાંજરે પુરી માલવિયાનગર પોલીસે સુરત જેલ હવાલે કર્યો છે. જ્યારે બીજી બાજુ યુનિવર્સિટી પોલીસે મિલન ઉર્ફે એમ.કે. ખખ્ખર નું પાસા વોરંટ બજાવી લાજપોર જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન–2 જગદીશ બંગરવા અને એસીપી બી જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુનો કરવાની ટેવ ધરાવતા શખ્સોં ઉપર લગામ લગાવી પાસા દરખાસ્ત તૈયાર કરવા અંગેની સૂચના અનુસંધાને માલવિયાનગર પોલીસના પીઆઇ જે આર દેસાઈની ટીમ દ્વારા કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીના પુત્ર મોહીનની પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનર દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ વોરંટની બજવણી કરી મોહીન યાકુબ મોટાણી (ઉ.વ. 21 રહે. વાંકાનેર સોસાયટી, બજરંગવાડી, રાજકોટ)ને સુરત જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોહીન યાકુબ મોટાણી વિરુદ્ધ મારામારી સહીતના ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે. બીજી બાજુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચએન પટેલના માર્ગદર્શન હેઠળ વારંવાર ગુનો આચરતા અને લૂંટ, હુમલો, એનડીપીએસ એક્ટ સહિતના 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મિલન ઉર્ફે એમ.કે. સંજયભાઈ ઠક્કર (ઉ.વ. 28 રહે. લક્ષ્મણ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, રાજકોટ)ની નું પપાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનરે મંજૂરીની મહોર મારી હતી. જે બાદ યુનિવર્સીટી પોલીસના સર્વેલન્સ સ્કવોડના એએસઆઈ જગમલભાઈ ખટાણા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ મોયા, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાએ વોરંટની બજવણી કરી મિલન ખખ્ખરને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.