પત્રકારો દ્વારા પીઆઇને રજુઆત યોગ્ય કાર્યવાહીની માંગ
ધ્રાગધ્રા શહેરના વરીષ્ઠ વકિલ વાસુદેવભાઇના પુત્ર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે જેનુ કારણ સરકારી વકિલના પુત્ર આશુતોષ ભટ્ટ દ્વારા અગાઉ મુશ્લીમ સમાજની યુવતિ હાથે લગ્ન કર્યા બાદ બંન્ને દંપતિને મનમેળ નહિ થતા પ્રેગનેન્ટની હાલતમા યુવતિને તેના માતાના ઘેર મોકલી દેતા આ કિસ્સો વકયોઁ હતો. આ કિસ્સો સમાજના નજરોમા સામાન્ય છે પરંતુ કિસ્સામા મુશ્લીમ યુવતિ અને હિન્દુ યુવતિ હોવાથી હિન્દુ મુશ્લીમનો ઓપ આપી દેવાયો છે. તેવામા જે તે સમયે મુશ્લીમ યુવતિના પરીવારજનો દ્વારા પોતાની દિકરીને લગ્નનુ નાટક કરી સરકારી વકિલના પુત્ર દ્વારા તરછોડી દેવાની ફરીયાદ કરતા સામાજીક કાર્યકર તથા પત્રકારત્વ કરતા શાહરુખભાઇ સિપાઇ દ્વારા મદદ કરાઇ હતી જેનુ મનદુખ રાખી સરકારી વકિલના પુત્રે શાહરુખ સિપાઇને ગત દિવસે શહેરની પીજીવીસીએલ ઓફીસ પાસે જઇ જેમ-તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ સોટી પોલીસ સ્ટેશને નોંધાઇ છે. પત્રકાર શાહરુખ સિપાઇ પર વકિલ પુત્ર દ્વારા આ રીતે શાબ્દીક પ્રહારથી તમામ પત્રકારો દ્વારા સીટી પીઆઇ ખુમાનસિંહ વાળાને રજુવાત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.