પ્રૌઢનું અપહરણ કરી બેભાન હાલતમાં ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી રૂ.૧ કરોડની ઘરેણાની લૂંટ ચલાવી’તી
શહેરના દિગ્વિજય રોડ પર આવેલી જવેલર્સની દુકાને તૈયાર ઘરેણા બનાવવા ગયેલો સોની વેપારીનું જવેલર્સના માલિક પિતા-પુત્રની દાનત બગડતા વેપારીનું ઈનોવા કારમાં અપહરણ કરી રસાણિક સ્પ્રે છાંટી બેભાન બનાવી રૂ.૧ કરોડના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી વેપારીને ગળેટૂંકો આપી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં જેલ હવાલે રહેલા પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના જામનગર રોડ પર મીતરાજ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઈ ભોગીલાલ ઝીઝુવાડીયા નામના સોની વેપારીની ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાની લૂંટ ચલાવી લાશ ફેંકી દીધાની ઘટના આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં પોલીસે મૃતકના પુત્ર ભાવિન ઝીઝુંવાડીયાની ફરિયાદ પરથી ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીમાં રહેતા ભરત હસમુખ લાઠીગરા અને તેના પુત્ર સુમિત લાઠીગરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી પ્રાથમિક પુછપરછમાં મૃતક વસંત ઝીઝુંવાડીયા આરોપીની દિગ્વિજય રોડ પર આવેલી જવેલર્સની દુકાને સોનાના ઘરેણા દેખાડવા ગયેલા ત્યારે પિતા-પુત્રની દાનત બગડતા વસંતભાઈનું ઈનોવામાં અપહરણ કરી સ્પ્રે છાંટી બેભાન બનાવી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી લાશને આજીડેમ ચોકડી પાસે આવેલી કિશાન ગૌશાળા નજીક લાશને ફેંકીને રૂ.૧ કરોડના ઘરેણાની લૂંટ ચલાવી હતી. હાલ જેલ હવાલે રહેલા પિતા-પુત્રે જામીન પર છૂટવા કરેલી જામીન અરજીમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષની દલીલ ધ્યાને લઈ જજ પી.સતીષકુમારે પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે મહેશભાઈ જોષી રોકાયા હતા.