પુત્રને રખડવા લઈ જવા બાબતે ટપારતા બે ભાણેજે મામાને ઢોર માર માર્યો

કાડીપાટ ગામે જમીન હાથે થયેલી દાદાજી સસરાની હત્યાના લોહીના ડાઘ હજુ ભુસાયા નથી ત્યાં શહેરમાં રૈયાધાર વિસ્તારમાં ફરી એકવાર તેના જેવી થતા રહી ગાઈ છે. રૈયાધારમાં રિસામણે રહેલી પત્નીને તેડવા આવેલા પતિએ છરી વડે આતંક મચાવી તેની સાસુ અને સાળાને છરીના ઘા ઝીંકી દેતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજા બનાવમાં મોટામવામાં પોતાના પુત્રને રખડવા લઈ જવા બાબતે ટપારતા બે ભાણેજે મામાને ધોકા વડે લમધર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં છ માસથી રિસામણે આવેલી પત્નીને તેડવા આવેલા જમાઈ સુનિલ શાંતિ રાઠોડ, દિલીપ રાઠોડ, બિપીન રાઠોડ અને અન્ય શખ્સોએ મળી સાસુ સુધાબેન કિરીટભાઈ ગોહિલ અને સાડા જય ગોહિલને છરી ઇકી દેતા તેમને સારવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ ગઈ કાલે રાત્રીના દારૂ પીધા બાદ સુનિલે તેને સાળાને ફોનમાં ધમકી આપતા કહ્યું હતું કે. ” તું મારી પત્નીને કેમ આવવા નથી દેતો?’ તેમ કહી તેના સાસુ સુધા બેન અને સાડા પર છરી વડે તૂટી પડ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ

તો અન્ય બનાવમાં મોટા મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા અને ડ્રાઈવિંગનું મુકેશભાઈ જગદીશભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાનને તેના ભાણેજ અજય અને વિજયે પાઇપ ફટકારતાં મુકેશભાઇ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.