શ્રી સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વર્ષે ૧ કરોડે પહોંચી છે તેમજ કોરોના વૈશ્વીક મહામારી બાદ યાત્રીકોની સંખ્યામાં ખુબ વધારો થયેલ છે. યાત્રીકોની સંખ્યાના વધારાને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા માટે અનેક વ્યવસ્થાઓમાં પણ વધારો કરવામાં આવેલ છે. શ્રધ્ધાળુઓને દર્શન કરવામાં અડચણ કે મુશ્કેલી ન થાય તે માટે છેલ્લા પાંચ વર્ષથી ટ્રસ્ટ ધ્વારા મીડીયાને મંદિર પરિસરમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કર્યો હતો
પરંતુ ઇલેકટ્રીક અને પ્રીન્ટ મીડીયાને સમયસર શ્રીંગાર દર્શન પુજા વિગેરેના ફોટો તથા વીડીયો મળી રહે તે માટે તેમજ મહાશિવરાત્રી તથા શ્રાવણ માસમાં લાઇવ ફીડ પણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં પણ કાવણની પુજા દર્શનના વીડીયો/ફોટો રોજેરોજ મળે તેમજ લાઇવ ફીડ પણ મળે તે માટે ટ્રસ્ટની અતિથીગૃહ ઓફીસ પાસે સુવિધાઓ સાથેનું મીડીયા સેન્ટર પણ તૈયાર કરવામાં આવેલ છે તેમજ તમામ મીડીયા ગ્રુપને આ બાબતની જાણ પણ કરવામાં આવી છે. તેમ છતા પણ અમુક લોકો દ્વારા મીડીયાને પ્રવેશ આપવા બાબતે બીનજરૂરી અન્ય લોકોને ઉશ્કેરી ટ્રસ્ટની વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પત્રકાર મિત્રો સાચી સ્થિતિ જાણે અને સહયોગ આપે તે ખુબ જરૂરી છે. આ બાબતે ટેકો નહી આપવા પ્રીન્ટ તેમજ ઇલેકટ્રોનીક મીડીયાને વિનંતી છે.