સ્ટોપ રદ્ થતા યાત્રીઓમાં વ્યાપક નારાજગી
રેલવે વિભાગે જૂનાગઢને વધુ એક અન્યાય કર્યો છે, અને આગામી તા. ૩ ઓક્ટોબરથી શરૂ થનારી સોમનાથ જબલપુર ટ્રેનનો જૂનાગઢ સ્ટોપ રદ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને જૂનાગઢના ટ્રેન યાત્રીઓના રોષ અને અગ્રણીઓમાં નારાજગી પ્રસરી છે.
સોમનાથ – જબલપુર અને જબલપુર – સોમનાથ ટ્રેનનો શરૂ થઈ ત્યારથી સ્ટોપ આપવામાં આવ્યો છે, અને રેલવેને સરેરાશ પેસેન્જર કરતા ટ્રાફિક પણ પૂરતો મળી રહ્યો હતો. ત્યારે આગામી તા. ૩ ઓક્ટોબરથી શરૂ થતી સોમનાથ જબલપુર ટ્રેન નો સંભવત કોરોના સંક્રમણના બહાના તળે જૂનાગઢ સ્ટોપ રદ કરવામાં આવ્યો છે.
જૂનાગઢને રેલવે વિભાગ દ્વારા હમેશાં અન્યાય કરવામાં આવી રહ્યો છે, અગાઉ પણ મહાનામા ટ્રેનને સ્ટોપ નહોતો આપ્યો ત્યારે જન જાગૃતિ અંતે જૂનાગઢને સ્ટોપ મળેલ હતો, ત્યારે અત્યારે કોરોનાના બહાને સ્ટોપ રદ કરી દેવામાં આવ્યો છે,
એક તરફ અનલોક ૫ માં સોરઠના મોટાભાગના ફરવા લાયક સ્થળો ખોલી નખાયા છે, જેને લઈને પ્રવાસીઓની સંખ્યા પણ રેલ માર્ગે વધે તેવી પૂરી શક્યતા હતી, બીજી બાજુ જૂનાગઢના અનેક લોકો યાત્રા પ્રવાસ માટે ટ્રેઈન શરૂ થવાની રાહમાં હતા ત્યારે જૂનાગઢ માટે મહત્વની એવી આ ટ્રેઈન ને જૂનાગઢ સ્ટોપ ના આપતા ટ્રેન યાત્રા પ્રેમીઓમાં રોશની પ્રગટ્યો છે, આગેવાનોમાં નારાજગી અને આમ લોકો દ્વારા સોશીયલ મીડિયામાં “હવે તો જાગો, સાંસદ જાગો, હવે જૂનાગઢની પ્રજાને વધુ જાગ્રત ના કરો તો સારું…” તેવી તીખી કોમેન્ટ સાથે જૂનાગઢને સોમનાથ જબલપુર ટ્રેનનો સ્ટોપ મળવો જ જોઈએ તેવી લાગણી અને માંગણી તીવ્ર બની છે.