આગામી સપ્તાહમાં યુનિવર્સિટીના ભવનોનુ બ્યુટીફિકેશન કામ શરૂ કરાશે
નરમ પડેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સપ્તાહથી રૂ.૫૦ લાખના ખર્ચે વાઘા ચડાવાશે તેમ આજે સ્કોર કમિટીની બેઠકમાં નક્કી થયું હતું. આગામી દિવસોમાં નેકનું મૂલ્યાંકન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવવાનું હોય જેની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. જેને લઈ દર અઠવાડિયે સ્કોર કમીટીની બેઠક મળે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના તમામ ભવનોમાં આગામી સપ્તાહથી બ્યુટીફીકેશનની કામગીરી શરૂ થશે. જે જે ભવનોમાં નાનું મોટું કામ અને બહારની બાજુ રંગ રોગાણ કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજની સ્કોર કિમીટીની બેઠકમાં ભવનોની ૪૩ ફાઇલનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગની ફાઈલો સ્પષ્ટ થઈ ગઈ છે. યુનિવર્સિટીનક તમામ ભવનોની વેબસાઈટ પણ અપડેટ થઈ ચૂકી છે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકે. આવતા સપ્તાહથી ભવનોમાં કલરકામ, સુશોભન, પ્રાથમિક વ્યવસ્થા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કલરકામ માટેના ટેન્ડરો ઓપન થઈ ગયા છે હવે બે થી ત્રણ દિવસમાં વર્ક ઓર્ડર આપી પુરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવશે.
હવે તમામ ભવનો પાસેથી પરઝન્ટેશન મંગાવવમાં આવ્યા છે આવતી સ્કોર કમિટીમાં તમામ સભ્યો આ પ્રેઝન્ટેશનનું નિરીક્ષણ પણ કરશે.