પાટીદાર ‘નરેશ’ના જન્મદિવસની સેવામય ઉજવણી

સતત 21માં વર્ષે રાજ્યભરમાં 17 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, કેમ્પમાં 5600થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું

અનેક શહેરોમાં રક્તદાન કેમ્પ ઉપરાંત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પણ પ્રસરાવાયો

naresh patel 1

‘અબતક’ના વિશેષ શુભેચ્છા અહેવાલનું ગહન વાંચન કરતા
નરેશ પટેલ

‘અબતકે’ ગત શનિવારના રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસને અનુલક્ષીને વિશેષ શુભેચ્છા અહેવાલ પ્રસિઘ્ધ કર્યો હતો.

જેમાં નરેશ પટેલના નજીકના સ્નેહીજનોના મંતવ્યો પણ લખવામાં આવ્યા હતા. આ વિશેષ અહેવાલ નીહાળીને નરેશ પટેલ અભિભૂત થઇ ગયા હતા તેઓએ આ અહેવાલનું ગહન વાંચન કરી ‘અબતક’નો આભાર પણ પ્રગટ કર્યો હતો.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 17 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ મહામારીની આ પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાત ઉભી થઈછે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેરમાં બે સ્થળે ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જસદણ, તોરી, ચિત્તલ સહિત કુલ 17 સ્થળે મેગા  બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સતત 21મા વર્ષે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કરીને રક્તદાન એ જ મહાદાનના સંકલ્પને સાકાર કર્યો હતો.

DSC 6116111 જુલાઈના રોજ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં બે સ્થળે સરદાર પટેલ ભવન અને પટેલ વાડી બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે, વડોદરામાં હરણી ગામના વ્રજ કોમ્પલેક્ષ અને કોઠાવ ગામના રાધાકૃષ્ણ મંદિર ખાતે, પાટણમાં જુના સિવિલ હોસ્પિટલ ખાતે, અમદાવાદમાં નિકોલના ખોડિયાર મંદિર ખાતે, ભરૂચના છિદ્રા ગામમાં મહાદેવ મંદિર ખાતે અને જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં અલગ અલગ પાંચ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સુરતના સરથાણા વિસ્તારમાં શ્રી ખોડલધામ કાર્યાલય ખાતે, પુણાગામ ખાતે આઈએમએફ માર્કેટ ખાતે, કામરેજમાં યુનિટી પબ્લિક સ્કૂલ ખાતે, યોગીચોક ખાતે આવેલ અભિષેક આર્કેડ ખાતે અને કતારગામ વિસ્તારમાં અંકુર વિદ્યાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

અમરેલી જિલ્લામાં પણ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં અમરેલી શહેરના કેરીયા રોડ પર આવેલા મહિલા સ્વામિનારાયણ મંદિર ખાતે, જશવંતગઢ, ચિત્તલ ગામ ખાતે અને તોરી ગામ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.

DSC 59941

હાલની મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રક્તની જરૂરીયાત ઉભી થઇ રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સદ્જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મહામારીની આ પરિસ્થિતિમાં રક્તદાતાઓ પોતાના માનવ ધર્મ સમજીને સ્વયંભૂ રક્તદાન કરવા પહોંચ્યા હતા અને મેગા બ્લડ ડોનેશન કેમ્પના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

નરેશભાઇ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે જરૂરીયાતમંદ લોકોને મદદ કરવી એ નરેશભાઇ પટેલના જીવનનો ધ્યેય છે છેલ્લા 21 વર્ષથી સદ્જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્ય કરી રહ્યું છે. રક્ત એ રૂપિયા ખર્ચવા છતા સમયસર મળતું નથી. ત્યારે જરૂરીયાતમંદ લોકોને રક્ત થકી નવજીવન મળે તેવા હેતુ સાથે નરેશભાઇ પટેલના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓનો સહકાર મળ્યો હતો. એકત્ર થયેલું રક્ત બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. નરેશભાઇ  પટેલના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, બોટાદ, અમરેલી, જામનગરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

નરેશ પટેલને અબતકની ટીમે પાઠવી જન્મદિવસની શુભકામના

naresh patel 2

જન્મદિવસે આટલા સેવાકાર્યો થાય તેનાથી મોટું સદ્ભાગ્ય શું?: નરેશ પટેલ

નરેશભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે.. કોઈપણ સારો દિવસ હોય તે દિવસે સારા કાર્યો થાય એ મેસેજ આજના દિવસે આપેલો છે. પટેલ સમાજે આખા ગુજરાતમાં 17 જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરી સેવાના કર્યો શુ કહેવાય તેનો સારી રીતે મેસેજ આપ્યો છે. સાતજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ અને ખોડલધામના નેજ હેઠળ દર વર્ષે રક્તદાન કેમ્પનો વ્યાપ વધતો જાય છે. અને આવીજ પ્રવૃતિઓ સતત થતી રહે તેવી માં ખોડલ પાસે પ્રાર્થના. મારા સદભાગ્ય છે. શરૂઆતથીજ મિત્રો હરહંમેશ મારી સાથે રહ્યા છે.

સુખ દુ:ખ ગમે ત્યારે જ્યાં જરૂર પડી ત્યાં મિત્રોએ બહુ સાથ આપ્યો છે. ખૂબ લાગણી વરસાવે છે. આ કદાચ પૂર્વ જન્મના લેણદેણ હોય કે કેમ એ  ખબર નથી. પણ પરિવારથી પણ વધારે મિત્રોએ સાથ સહકાર આપેલ છે. અને આવા મિત્રો બધાને મળી રહે અને આવા સત્કાર્યોમાં મિત્રો જોડાઈ તેવી પ્રભુ પાસે પ્રાર્થના. દરેક સમાજ એકત્રિત થાય સારા કર્યો કરે અને આ કાર્યો દ્વારા સારા  રાષ્ટ્રનું નિર્માણ થાય, પહેલેથી જ મારી આ વાત રહી છે. મારા જન્મદિવસ નિમિતે ઘણા વર્ષોથી રક્તદાન કેમ્પનું આયોજન મારા

મિત્રમંડળ કરી રહ્યા છે. સદજ્યોત ટ્રસ્ટ 1990માં  મારા મિત્રો અને પરિવાર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. એમના મુખ્ય બે હેતુ હતા. શિક્ષણ અનેં આરોગ્ય અત્યારે પણ એજ કાર્ય કરે છે. એ ટ્રસ્ટના નેજા હેઠળ મિત્રોને વિચાર આવેલો કે રક્તદાન કેમ્પ યોજાઈ. ત્યારથી દર 11 જુલાઈએ આ કેમ્પ સફળતા પૂર્વક કરવામાં આવે છે. અને દિવસે દિવસે તેમાં વધારો પણ થતો જાય છે. જેમકે આજે આખા ગુજરાતમાં 15 જગ્યાએ રક્તદાન કેમ્પ યોજાયા છે.

શરૂઆત 50 બોટલથી થઈ હતી. પરંતુ અત્યારે 2 હજારથી વધુ બોટલ રક્ત એકત્ર થાય છે. ત્યારે આ વર્ષે એ રેકોર્ડ તૂટે તેમ પણ બને. કારણે આખા ગુજરાતમાં 15 જેટલી જગ્યાએ રક્તદાન કેમ્પ યોજાયો છે. આ પ્રવૃત્તિ જ બતાવે  છે કે ખોડલધામ અને પટેલ સમાજ દરેક સમાજને સાથે લઈ કામ કરે છે. એનું બીજું ઉદાહરણ છે આ ભવન જ્યાં શિક્ષણ અનેં કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવે છે. અહીં બધા સમાજના લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ખૂબ મોટા પાયે સફળતા પણ મળે છે. અને ઘણા વિદ્યાર્થીઓ અધિકારીઓ બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.