દેશના લોકો માટે ૩જી ઓકટોબરથી ખુલશે આ ટનલ: કુલુથી લેહ વચ્ચેની મુસાફરીમાં ૪૬ કિલોમીટરનું અંતર ઘટશે
વિશ્વમાં સૌથી મોટુ ટનલ હાઈવે કે જે દરિયાઈ સપાટીથી ૧૦ હજાર ફિટ ઉપર બનાવવામાં આવેલી છે તે અટલ રોહતંગ ટનલ આગામી ૩જી ઓકટોબરથી દેશના લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. આ ટનલનું નિર્માણ આશરે ૧૦ વર્ષથી ચાલુ હતું. અટલ રોહતંગ ટનલ આશરે ૯ કિલોમીટર જેટલી લાંબી હોવાના કારણે કુલુથી લાહુલવેલી વચ્ચેનું જે અંતર છે તેમાં પણ અનેકઅંશે ઘટાડો થશે.
બરફ આચ્છાદિત રોહતંગ હાઈવે વિશ્વનો લાંબામાં લાંંબો ટનલ હાઈવે બન્યો છે. ટનલ વિશે જો વાત કરવામાં આવે તો ૯ કિલોમીટર લાંબી ટનલમાં દર ૬૦ મીટરે સીસીટીવી કેમેરા અને દર ૫૦૦ મીટરે ઈમરજન્સી એકઝીટ ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ દરેક ઋતુમાં લોકોને ઉપયોગી સાબિત થશે. કારણકે શિયાળાની ઋતુમાં ભારે હિમવર્ષા થવાના કારણે કુલુથી લેહ વચ્ચેનો રસ્તો બંધ કરી દેવામાં આવતો હતો પરંતુ હવે તે લોકો માટે શકય બનશે.
જે ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે તે ટનલ કુલુ અને લેહ વચ્ચેના કુલ ૪૬ કિલોમીટરના અંતરને ઘટાડી દેશે અને મુસાફરીમાં આશરે ૪ કલાકનો બચાવ પણ થઈ શકશે. આ ટનલ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના નામ પાછળ બનાવવામાં આવી છે.
ટનલના નિર્માણ બાદ મનાલીથી લેહ વચ્ચેના અંતરમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળશે અને મનાલીથી લેહ વચ્ચેની જે યાત્રા છે તે એક દિવસમાં પણ પૂર્ણ થઈ શકશે. બીજી તરફ સૈન્યમાં રહેલા સૈનિકો માટે લદાખના સરહદીય વિસ્તાર સુધી પહોંચવા માટે પણ સૌથી ઉતમ માલ બનાવવામાં આવ્યો છે. આ ટનલનું કાર્ય ૨૦૧૦ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવિત એ હતો કે હાઈએલ્ટીટયુડ ઉપર બનાવવામાં આવેલી આ ટનલ અનેકવિધ વાતાવરણો વચ્ચે ઘણાખરા પ્રશ્નો પણ ઉદભવિત કર્યા હતા જેથી ટનલનું નિર્માણ કરનાર એન્જીનીયરો માટે તેમનું કાર્ય અત્યંત કપરુ સાબિત થયું છે. અંતમાં એ વાત સ્પષ્ટ થાય છે કે હાલ ભારત દેશ અનેકવિધ ક્ષેત્રે વિકાસ તરફ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે અટલ રોહતંગ ટનલ બનતાની સાથે જ આ ટનલ વિશ્વની સૌથી લાંબી ટનલ બની છે અને દરેક ઋતુમાં લોકોને તેનો લાભ મળી રહે તે હેતુસર આ ટનલ બનાવી હોવાનું પણ સામે આવ્યું છે.