વઢવાણના આવેલા મેમકા ગામ પાસે બુટ ભવાની માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા છે દાનપેટી સહિત રોકડ રકમની ચોરી કરી અને ચોરો ફરાર બની ગયા છે ત્યારે મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મેમકા રોડ ઉપર આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન તસ્કરો દ્વારા દિવાલ તોડી મંદિરમાં પ્રવેશ મેળવી રોકડ રકમ અને દાનપેટી સહિતની વસ્તુની ચોરી કરી અને ચોરો પલાયન થઈ ગયા છે.
ત્યારે આ બાબતની જાણકારી વઢવાણ વાસીઓને થતાં વહેલી સવારે વઢવાણ વાસીઓ મંદિરે દોડી પહોંચ્યા છે અને આ બાબતની જાણકારી પોલીસને આપવામાં આવી છે ત્યારે ઘટના સ્થળે વઢવાણ પોલીસ પણ દોડી ગઇ છે અને આ મામલે પોલીસ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે રાત્રી દરમિયાન મંદિરની દીવાલ તોડી મંદિરમાં પ્રવેશ મેળવી અંદાજીત રૂપિયા પંદર હજાર રોકડા અને અન્ય વસ્તુની ચોરી આચરવામાં આવી હોવાનું માઈભક્તો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ત્યારે પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાનું પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે વઢવાણ પોલીસ મથકના પી.એસ.આઈ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા છે આ મામલે પોલીસ તપાસની કામગીરીનો પ્રારંભ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ બાબતની વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બુટ ભવાની માતાજીના મંદિરમાં ચોરીના બનાવ સામે આવતા માઈ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.