વેપારી મિત્રના પિતાનું મૃત્ય થતા લૌકિકે જતા બંધ દુકાનને તસ્કરોએ બનાવી નિશાન: ચાર તસ્કરોના ફુટેજ મળ્યા
વાદ હાઇ-વે પર આવેલી સાગર ટાયર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી શુટર ઉચકી રૂ.૪.૫૯ લાખની કિંમતના ૨૭ ટાયરની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના બાલાજી પાર્કમાં રહેતા અને અમદાવાદ હાઇવે પર સાગર નામની ટાયરની દુકાન ધરાવતા ભાવેશભાઇ મહેન્દ્રભાઇ પૂજારાની દુકાનના તસ્કરોએ શટર ઉચકી રૂ.૪.૫૯ લાખની કિંમતની એપોલો કંપનીના ૧૨, જે.કે.કંપનીના ૧૨, એમઆરએફ કંપનીના ૫, અલ્ટ્રા માઇલ કંપનીના ૪ મળી કુલ ૨૭ ટાયર ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધવી છે.
ભાવેશના મિત્રના પિતાનું અવસાન થતા મિત્ર સાથે જૂનાગઢ ગયા હતા અન રાત્રે જૂનાગઢ રોકાયા હતા તે દરમિયાન બંધ રહેલી દુકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી હોવાનું જણાવ્યું છે. દુકાને લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજમાં ચાર બુકાનીધારી શખ્સો ટ્રક લઇને સાગર ટાયર નામની દુકાને આવી ટ્રકના જુદી જુદી કંપનીના કુલ રૂ.૨૭ ટાયરની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગઇકાલે ધ્રાંગધ્રાં પાસે પાર્ક કરેલા ટ્રકની તાલપતરી તોડી તસ્કરો મોટી રકમના ટાયર ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.