કોવિડ પોઝિટીવ વૃઘ્ધ દંપતિએ વેકસીનના બન્ને ડોઝ લેવાની સલાહ આપી

કોરોના મહામારી સામે લડવાનું અસરકાર શસ્ત્ર વેકસીનના રૂપમાં આપાણી પાસે આજે ઉપલબ્ધ બન્યું છે. તબીબી ક્ષેત્રના પ્રતિષ્ઠીત તબીબોની સાથે છેલ્લા એકાદ વર્ષથી કોરોનાની સારવાર સાથે જોડાયેલા તબીબોનું પણ કહેવું છે કે આ વેકસીન લીધા પછી જે લોકોને કોરોના થાય છે તેમને તેની અસર બહુ ઓછી થાય છે તેમ છતાં કેટલાક લોકો તેમને અણસમજના કારણે આ વેકસીનથી દુર રહે છે. આવા લોકોને વેકસીન લેવા પ્રેરિત કરે તેવી ઘટના તાજેતરમાં રાજકોટ સીવીલમાં ફરજ બજાવતા સાઇકિયાટ્રિસ્ટ ડો. મુકેશ પટેલના પરિવારમાં બની છે.

તેઓ જણાવે છે કે જુનાગઢમાં રહેતા મારા બા-બાપુજીએ અને મેં સમયાંતરે વેકસીનના બન્ને ડોઝ લઇ લીધા છે. પરંતુ થોડા દિવસ પહેલા બાપુજીને કળતળ, માથાના દુખાવાની ફરીયાદ થત તેમનો કોરોના ટેસ્ટ કરાવતા બાપુજીને કોરોના પોઝિટીવ આવ્યો. તેથી તેમને અને મારા બાને બન્નેને હું રાજકોટ લઇ આવ્યલ બાપુજીને હોમ આઇસોલેશનમાં રાખ્યા, પરંતુ બાને પણ બીજા દિવસ કોરોના લક્ષણો દેખાયા, એટલે બન્નેની ઘરે જ સારવાર શરુ કરી હતી.

પિતાજીની સાથે તેમના માતાને અન્ય કોઇ તકલીફ ન હોઇ તેઓ ઘરે જ સારવારથી કોરોના મુકત બન્યા. ડો. મુકેશ પટેલના 7ર વર્ષીય પિતા કેશુભાઇ રોકડ રિટાયર્ડ જિલ્લા કૃષિ અધિકારી છે. તેઓ જણાવે છે કે અમે બધાને વેકસીન સમયસર લઇ લીધી હતી. તે ખુબ સારું કર્યુ. જેથી કરીને મને કોઇ ગંભીર અસર ન થઇ અને મારા પત્નીને તો બિલકુલ તકલીફ પડી નથી. હાલ બન્ને કોરોના મુકત છીએ.

જો કે આ દરમ્યાન કોવીડમાં રોજબરોજની ફરજ બજાવતાં તબીબ પણ તા. 1પ એપ્રિલના કોરોનાના લક્ષણો જણાતા તેઓ પણ હોમ આસેસોલેટ થયા હતા હાલ તેઓ બીલકુલ સ્વસ્થ હોવાનું અને પુન: ફરજ પર લાગી ગયાનું જણાવે છે. ઉલ્લેખનીય છે કે ડો. મુકેશ મનોચિકિત્સક હોઇ તેમનું તેમજ માતા-પિતાનું કોરોના સમય દરમ્યાન મનોબળ ઢીલું પડવા દીધું નહોતું. સારવાર સાથે સાથ માનથી મજબુત રહેવું પણ પણ ખુબજ જરુરી હોવાનું તેઓ અનય કોરોનાગ્રસ્ત દર્દીઓની અને તેમના પરિજનોને જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.