ઝાકળથી ઢંકાયેલા આકાશ આંબતા પર્વતો, તીસ્તા નદીનું કલરવ કરતું પાણી જ્યારે પર્વતોથી પસાર થતા મેદાનોમાં ઉતરે છે ત્યારે પ્રકૃતિની સુંદરતા જોવા જેવી હોય છે.
સિક્કિમમાં પ્રાકૃતિક સુંદરતાનો ખૂબ જ નજીકની આનંદ માણી શકાય છે, તો ચાલો જાણીએ સિક્કિમમાં ફરવાલાયક સુંદર જગ્યાઓ વિશે…
યુક્સોમ
યુક્સોમ સિક્કિમનું પહેલું પાટનગર હતું. સિક્કિમના પહેલા શ્રેષ્ઠ શાસકે 1641માં ત્રણ વિદ્ધાન લામાઓ પાસે યુક્સોમનું શુદ્ધિકરણ કરાવ્યું હતું. નોર્બુગાંગા કોર્ટેનમાં આ પ્રસંગના અવશેષ આજે પણ મોજૂદ છે. સિક્કિમનો ઇતિહાસ અહીંથી શરૂ થાય છે એટલે આ જગ્યાને પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
નાથુલા દર્રા
નાથુલા દર્રા ભારત-ચીન બોર્ડર પર સ્થિત છે. આ સિક્કિમને ચીનના તિબ્બત સ્વશાસી ક્ષેત્ર સાથે જોડે છે. ઝાકળથી ઢંકાયેલી પહાડીઓ, આડા-ટેઢા રસ્તા અને પહાડોથી પડતા ઝરણાં આ માર્ગને અદભુત બનાવે છે. અહીં જવા માટે પ્રવાસીઓ પાસે પરમિટ હોવું ફરજિયાત છે.
રૂમટેક મોનાસ્ટ્રી
આ ભવ્ય મઠ સિક્કિમના જાણીતા ટૂરિસ્ટ સ્પોટમાંથી એક છે. આ જગ્યાએ જ 16મા ગ્યાલવા કર્માપાનું ઘર છે. મઠમાં અનોખી કળાકારી જોવા મળે છે. ગોલ્ડન સ્તૂપ આ મઠનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
પહાડો પર ચઢાઈ કરનારા લોકો માટે અને ફરવા માટે એપ્રિલથી મે સારો સમય ગણાય છે. આ વર્ષનો એવો સમય છે જ્યારે ઓર્કિડ અને રોડોડેન્ડ્રંસ પહાડોની ચારેય તરફ છવાયેલા હોય છે