શિક્ષણ વિભાગે ખેતરડી મા.શાળામાં ધો.૯-૧૦ને મંજુરી તો આપીપરંતુ શિક્ષક ફાળવાયા નહિ; વર્ગને બંધ કરવાની નોબત આવે તે પહેલા યુવાનોએ બીડું ઝડપી શિક્ષણ સેવા યજ્ઞ ચલાવ્યો
હળવદ તાલુકાના છેવાડાનું ખેતરડી ગામ જયાના ચાર શિક્ષિત યુવાનો એ સમાજ ને નવો રાંહ ચિધ્યો છે અને બેટી ભણાવો ગામડું બચાવો ને ખરા અર્થમાં સાર્થક કરવા પ્રયાસ કર્યો છે. વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગે ધોરણ ૯ અને ૧૦ ના છાત્રો માટે ખેતરડી માધ્યમિક શાળા મા વર્ગની મંજૂરી તો આપી પરંતુ અભ્યાસ કરતા છાત્રો માટે શિક્ષક ની ફાળવણી ન થતા શાળાના વર્ગને બંધ કરવાની નોબત આવે એવી પરિસ્થિતિ ઉભી થઈ હોય જેની જાણ ગામના ચાર શિક્ષિત યુવાનો ને થતા એ વર્ગને ચાલુ રાખવાનું બિડુ ઝડપ્યું હતું અને શિક્ષણ માટે નો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.
ખેતરડી માધ્યમિક શાળા એ ધોરણ ૯ ને ૧૦મા શિક્ષક તરીકે સેવા આપતા અને એફ્પો સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ દેકાવાડીયા. સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામના ગોરધનભાઈ દેકાવાડીયા. નગાભાઇ સેફાતરા. હેતલબેન મકવાણા. અમારા ગામે માધ્યમિક વર્ગની મંજૂરી મળ્યા બાદ શિક્ષક ન ફાળવ્યા હોય મંજુર થયેલ વર્ગ બંધ થઈ જશે અને બાળકો ને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ફરી હળવદ, વાંકાનેર, સુરેન્દ્રનગર કે મોરબી સુધીનો લાંબો પન્નો કાપવો પડશે જેથી મોટાભાગના છાત્રો ગરીબ કે મધ્યમ પરિવારમાંથી હોય અભ્યાસને પડતો મુકી પારિવારિક કાર્યમાં જોડાઇને અભ્યાસ પડતો મુકશે આ બાબત નો રંજ હોય અમે મિત્રો એ નક્કી કર્યું કે આપણા ગામના વિદ્યાર્થીઓને આપણા ગામમાં જ ભણાવવા માટે આપણે આપણા દૈનિક કાર્ય ની એક કલાક એટલે કે બે પ્રિયેડ બાળકો પાછળ ફાળવવા સંકલ્પ સાથે શિક્ષણ કાર્યને વેગવંતુ બનાવ્યું છે. જે શિક્ષણ વિભાગ ભરતી ન કરે ત્યાં સુધી આ સેવા યજ્ઞ શરૂ રાખવા નુ જણાવ્યું હતું