એમએસએમઇ ક્ષેત્રને અપાતી ક્રેડિટ ગેરંટી સ્કીમને 9 હજાર કરોડ સુધી લંબાવાઈ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ડીજી લોકરની સુવિધા વધારવામાં આવી

ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સતત પ્રોતસાહિત કરવામાં આવી રહ્યું છે ત્યારે કોરોનાના સમયમાં આ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો હતો. તે વાતને ધ્યાને લઇ આજે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજુ કરવામાં આવ્યું તેમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સરકારે એમએસએમઇને મદદ કરવા માટે સરળ ધિરાણ યોજનાઓ શરૂ કરી હતી અને તેનાથી ઉદ્યોગોને ઘણો ફાયદો થયો છે. વર્ષ 2022માં જાન્યુઆરી થી નવેમ્બર દરમિયાન એમએસએમઇ  સેક્ટરના ધિરાણમાં નોંધપાત્ર 30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

કોરોના કાળમાં નાના વેપારી અને ઉદ્યોગોને ફટકો પળ્યો છે. જેના કારણે એમએસએમઇ સેક્ટર ઘણું પ્રભાવીત થયું છે, પરંતુ હવે નાના ઉદ્યોગોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન એમએસએમઇ  માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે, જે ઇકોનોમીને બુસ્ટ કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ક્રેડિટ ગેરંટી એમએસએમઇ માટે એક સુધારણા યોજના આવશે. 1 એપ્રિલ 2023થી ઉદ્યોગોને 9000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.