23 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 114 રન જ બનાવી પેવેલિયન પરત ફરી, ભારતે 5 વિકેટે વિજય મેળવ્યો
ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતે ત્રણ વન ડે સિરીઝમાં પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી લીધો છે. લો વિકેટ ઉપર વેસ્ટ ઈન્ડિઝ માટે કપડા ચડાણ સમાન સાબિત થયું હતું. કારણ કે ભારતના સ્પીનરોનો સરખા જ વેસ્ટનડીઝ માટે અત્યંત જોખમી સાબિત થયો હતો જેમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની વેધક બોલિંગ બાદ વિકેટકીપર ઓપનર ઈશાન કિશનની અડધી સદીની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે બારબાડોસમાં ગુરૂવારે રમાયેલા મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો.
આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 115 રનનો આસાન કહી શકાય તેવો લક્ષ્યાંક મૂક્યો હતો પરંતુ આટલો લક્ષ્યાંક પાર પાડવામાં ભારતને પાંચ વિકેટ ગુમાવવી પડી હતી. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કુલદીપ અને જાડેજાએ ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને કેરેબિયન ટીમ 23 ઓવરમાં 114 રનના સ્કોર પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 22.5 ઓવરમાં પાંચ વિકેટે 118 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
બીજી તરફ 115 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ નબળી રહી હતી અને મિડલ ઓર્ડર બેટ્સમેન નિષ્ફળ નિવડિયા હતા. 115 રનના લક્ષ્યાંક સામે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, વિકેટકીપર ઓપનર ઈશાન કિશને આક્રમક અડધી સદી ફટકારી હતી અને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટીમે 18 રનના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી. તે ફક્ત સાત રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં સૂર્યકુમાર યાદવે 19 રન, હાર્દિક પંડ્યા પાંચ અને શાર્દુલ ઠાકુર એક રન નોંધાવીને આઉટ થયા હતા. ઈશાન કિશને 46 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 52 રન ફટકાર્યા હતા.