કાનપુરમાં રમાયેલી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટેસ્ટ મેચ રમાય રહેલી છે. પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય દર્શકોએ પાકિસ્તાનને ટ્રોલ કર્યું હતું. મેચ શરુ થતા પહેલા જ ઇન્ડિયન્સ ફેન્સે “પાકિસ્તાન મુર્દાબાદ”ના નારા લાગવાનું શરુ થયું હતું. આ દરમિયાન તે સમયે ઑડિયન્સ સ્ટેડિયમમાં જોવા જેવી થઇ હતી. કોરોનાના કપરા કાળ પછી ક્રિકેટ ફેન્સે રાહતના શ્વાસ લેતા મેચ નિહાળવાનો આનંદ મણિ રહ્યા છે ત્યારે પાકિસ્તાન વિરોધી પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગવાનું શરુ થઇ ગયું હતું. આ વિડીયો પણ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
ઇન્ડિયન કેપ્ટ્ન અજિંક્યા રહાણેએ પહેલી ટેસ્ટ મેચ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જે મેચમાં ભારતનો સ્કોર 258-4 હતો. જેમાં શુભમન ગિલ-52 અને શ્રેયસ ઐયર નાબાદ 75 રનનો ફાળો આપ્યો હતો. આ સ્કોર બાદ એક દિવસ પૂરો થયો હતો .તેવામાં સામાન્યરીતે ઈન્ડિયન પ્લેયર્સને જોઈને ફેન્સ તેમને ચિયર કરતા જોવા મળે છે. પરંતુ આ મેચમાં ઈન્ડિયન ફેન્સ કઈક અલગ જ મૂડમાં હતા. તેઓ શરૂઆતના એક કલાકની ગેમ દરમિયાન જ પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાડવા લાગ્યા હતા. એટલું જ નહીં ફેન્સ પ્રિ લંચ સેશન દરમિયાન પણ આવા નારા લગાવતા જોવા મળ્યા હતા. અત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
શરૂઆતની ઓવરમાં કીવી ફાસ્ટ બોલરની ધારદાર બોલિંગ સામે ઈન્ડિયન ઓપનર સતર્કતાથી બેટિંગ કરી રહ્યા હતા. તેવામાં છઠ્ઠી ઓવરમાં ઈન્ડિયન ફેન્સે મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ચિયર કરવાનું પડતું મુકી પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ત્યારપછી ફેન્સ ઉત્સાહમાં આવીને પાકિસ્તાનને ટ્રોલ કરતા નારા લગાવતા જોવા મળ્યા હતા અને ફેન્સ લાઈવ મેચમાં પોતાના એન્જોયમેન્ટ માટે કઈક અલગ જ પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે.
ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન જે ઘટના જોવા મળી એના પરથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે ઈન્ડિયન ફેન્સ અત્યારે વર્લ્ડ કપની હારનો બદલો લેવા માટે આતુર છે. પાકિસ્તાને ભારતે 10 વિકેટથી 2021ના T20 વર્લ્ડ કપમાં હરાવી દેતા ફેન્સ પોતાના પાડોશી દેશ સાથે ફરીથી સિરીઝ અથવા મેચ રમાય એની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનું પલડું વધારે ભારે રહ્યું છે.
કાઈલ જેમિસને પહેલા સેશનથી આક્રમક બોલિંગ કરી હતી. કીવી બોલરે સૌથી પહેલા 8મી ઓવરમાં મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કરી ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પાડી હતી. ત્યારપછી જેમિસને 30મી ઓવરના છેલ્લા બોલ પર શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી આઉટ કર્યો હતો. ઈન્ડિયન ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે પણ 50મી ઓવરમાં જેમિસનની બોલિંગ દરમિયાન પેવેલિયન ભેગા થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. રહાણે જ્યારે આઉટ થયો ત્યારે ઈન્ડિયાનો સ્કોર 145/4 હતો.
ત્યારબાદ મેચ ના પહેલા દિવસે ટિમ ઇન્ડિયાનો સ્કોર 258-4 છે. . ટેસ્ટ ફોર્મેટની ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યર 136 બોલમાં 75* રન અને રવીંદ્ર જાડેજા 100 બોલમાં 50 રનના સ્કોર સાથે નોટઆઉટ રહ્યા છે. જ્યારે કીવી ટીમના ફાસ્ટ બોલર કાઈલ જેમિસને 3 વિકેટ લીધી છે.