લશ્કરએ તોયબા અને જૈશએ મહમદ જેવા આતંકી સંગઠનો પાક.માં ફળીફલી રહ્યાં છે: અમેરિકાનો અહેવાલ
વિશ્ર્વમાં બનતી કોઇને કોઇ આતંકી ઘટનાઓ સાથે સીધી કે અડકતરી રીતે સંડોવાયેલા આતંકીઓને પનાહ આપનાર દેશ તરીકે પાકિસ્તાનનું નામ જગજાહેર છે. અમેરિકાએ હવે પાકિસ્તાનને ત્રાસવાદીઓને પનાહ આપનાર દેશો અને પ્રદેશોની યાદીમાં મુકયો છે. આતંકવાદ સંબંધી અમેરિકાની સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા અહેવાલમાં પાકિસ્તાન અફધાન તાલિબાન કે હકકાની જુથ જેવા આતંકી સંગઠનો સામે પગલા લેતુ નહોવાનો ઉલ્લેખ છે તોયબા પર પ્રતિબંધ હોવા છતાં તે સંગઠનની પાંખો જમાત ઉદ દાવા અને ફલ્હ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન દ્વારા ભંડોળ એકઠુ કરે છે. અહેવાલમાં ભારત વિશે જણાવાયું છે કે જાન્યુઆરીમાં પઠાણકોટ ખાતેના લશ્કરી થાણા પર ત્રાસવાદી હુમલો થયો હતો સતાવાળઓએ આ માટે જૈશ એ મહમદને જવાબદાર ગણાવ્યુઁ હતું. ભારત સાથે ત્રાસવાદ સાથેની લડાઇ અમેરિકા જોડાયું છે.