કારખાનેદાર પતિએ ‘તુ ગમતી નથી’ કહી પતિએ કાઢી મુકી: ત્રિપલ તલાકના મુદે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પોલીસમાં પરિણીતાએ દાદ માગતા પતિ સહિત પાંચ સામે નોંધાતો ગુનો
પ્રશનલ લો અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ મહત્વનો ચુકાદો જાહેર કરી ત્રીપલ તલાક અંગે કેન્દ્ર સરકારે છ માસમાં કડક કાયદો બનાવવા આદેશ જાહેર કર્યો હોવા છતાં મોરબી રોડ પર આવેલા ચામડીયા ખાટકીવાસની પરિણીતાને પતિએ ત્રણ વખત તલાક કહી ઘરમાંથી કાઢી મુકયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. મહિલા પોલીસ મથકના સ્ટાફે પરિણીતાના પતિ સહિત પાંચ સામે શારીરિક અને માનસિક ત્રાસ દઇ ઘરમાંથી કાઢી મુકયા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત મોરબી રોડ સિટી સ્ટેશન સામે ચામડીયાવાસમાં રહેતી રૂબીનાબેન અફઝલભાઇ લાખાણી નામની મુસ્લિમ પરિણીતાએ પતિ અફઝલ હુસેન લાખાણી, સાસુ રસીદાબેન હુસેન લાખાણી, સસરા હુસેન જમાલ લાખાણી, નણંદ સુહાના અકરમ ખોરાણી અને નાનાજી સસરા કરીમ ઓસમણ ભાડુલા સામે શારીકિ અને માનસિક ત્રાસ દઇ કાઢી મુકયાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. બી.ટી.વાઢીયા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.‚બીનાના લગ્ન પાંચેક વર્ષ પહેલાં અફઝલ લાખાણી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પુત્ર સિરાજને જન્મ આપ્યો હતો. લગ્નના ત્રણેક વર્ષ બાદ ઘરકામ બાબતે સાસરીયાઓ સાથે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિ અફઝલ લાખાણીએ ત્રણ વખત તલાક કહી દોઢ વર્ષ પહેલાં ઘરમાંથી કાઢી મુકી હતી.‚બીના પોતાના ત્રણ વર્ષના પુત્ર સિરાજ સાથે પિયર મોચીબજારમાં જતી રહી હતી. પરિવારના વડીલોએ અફઝલ લાખાણીને તલાક ન દેવા માટે સમજાવ્યો હતો પણ તેને સ્પષ્ટ શબ્દોમાં ગમતી ન હોવાતી ‚બીના નથી જોઇતી કહ્યું હતું.દરમિયાન તાજેતરમાં જ પ્રશનલ લો અંગે કેન્દ્ર સરકાર દ્વારા ત્રીપલ તલાકને રદ કરવા અને સમાન લો લાગુ પાડવા પ્રયાસ થયા હતા. અને સુપ્રિમ કોર્ટ દ્વારા પણ તાજેતરમાં જ ત્રીપલ તલાકને રદ કરી છ માસ સુધીમાં કેન્દ્ર સરકારને કડક કાયદો બનાવી ત્રીપલ તલાક કહી છુટાછેડા લેવાની પ્રથા રદ કરવા અંગે મહત્વનો ચુકાદો જાહેર કર્યો હોવાનું ‚બીના લાખાણીના ધ્યાને આવતા ગઇકાલે સાંજે મહિલા પોલીસ મથકમાં પતિ અફઝલ લાખાણીએ ત્રણ વખત તલાક કહી કાઢી મુકયાની ફરિયાદ નોંધાવી હતી.‚બીના લાખાણીને ઘરમાંથી કાઢી મુકી ત્યારે તેના માથામાં માર માર્યો હોવાથી તેણી બેભાન થઇ ગઇ હતી અને જ્યારે ભાનમાં આવી ત્યારે સાસુ હસીનાબેને તારા તલાક થઇ ગયાનું જણાવી ઘરમાંથી કાઢી મુકયાનું જણાવ્યું હતું.પતિ અફઝલ લાખાણીએ પુત્રનો કબ્જો લેવા કોર્ટમાં જવાની ધમકી દીધાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. અફઝલને આજી ડેમ પાસે કારખાનું હતુ તે વેચી મોરબી રોડ પર નવુ કારખાનું બનાવ્યું હોવાનું જાણવા મળે છે.રૂબીના લાખાણીની ફરિયાદ પરથી મહિલા પોલીસ મથકના પી.આઇ. બી.ટી.વાઢીયા, પી.એસ.આઇ. વી.એ.ચાંદેરા અને રાઇટર હાજીભાઇ સહિતના સ્ટાફે પતિ અફઝલ સહિત પાંચેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.