સ્થાપનાદિન નિમિત્તે મશહુર સિતારવાદક નિલાદ્રીકુમાર તેના ફયુઝન ગ્રુપ સાથે રેલાવશે સંગીતના સૂર
રસોડામાં કામ કરતા કે અન્ય જગ્યાએ જો આપણને સામાન્ય ‘આગ’નો અહેસાસ થાય છે ત્યારે આપણો જીવ ત્યાં જ ચોટેલો રહે છે તો જે લોકોનું શરીર ખરેખર દાઝી ગયું હોય તે લોકોને કેટલી યાતનાઓ ભોગવવી પડતી હશે…શું બચી ગયા પછી તેની સ્કિન તેનો દેખાવ પહેલા જેવો રહેશે કે કેમ ? આવા કેટલાક પ્રશ્ર્નોના જવાબનો એકમાત્ર પર્યાય છે. ‘સ્કિન બેંક’ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રાજયની પ્રયત્ન સ્કિન બેંકની સ્થાપના થઈ રહી છે. આ પ્રસંગે મશહુર સીતારવાદક નીલાદ્રીકુમાર અને તેમનું ફયુઝન કલાસિકલ મ્યુઝિક નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે એક પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા સ્કિન બેંક માટે મૃત શરીરમાંથી સ્કિન લઈ સ્કિન બેંકની સ્થાપના કરવાનો ઉમદા વિચાર કર્યો છે. સામાન્ય રીતે મૃત્યુ બાદ ચક્ષુદાન કરવામાં આવે છે પરંતુ હવે ચક્ષુદાનની સાથે ચર્મ દાન પણ કરવામાં આવે તેવો પ્રયાસ થઈ રહ્યો છે. સ્કિન બેંક દ્વારા આ સ્કિનનો બાયોલોજીકલ ડ્રેસીંગ તરીકે ઉપયોગ કરવામાં આવશે. જેના દ્વારા ડ્રેસીંગ ત્રણ અઠવાડિયા સુધી રહેશે અને સ્કિનમાં કોઈ ઈન્ફેકશન કે ડાઘા પડવાની પણ સંભાવના ઓછી રહેશે.
રાજકોટ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા એક અનન્ય સેવાનું સોપાન સર કરવા જહેમત ઉઠાવાઈ રહી છે. રાજકોટમાં આગામી ટુંક સમયમાં દેશની અગિયારમી અને રાજયની પ્રથમ સ્કિન બેંક સ્થાપવા જઈ રહી છે. સ્લમ વિસ્તારોના રહેણાંક મકાનોના રસોડા તેમજ ખાસ કરીને ઔધોગિક વિસ્તારોમાં દાઝવાના બનતા બનાવો સમયે લોકજાગૃતિના અભાવે અથવા તો ગરીબીના કારણે આવા પરીવારના સભ્યો સારવાર કારગત ના નીવડતા મોતને ભેટતા હોય છે. જેમાં ૨ લાખ લોકો એવા હોય છે કે જેઓમાં કાં તો આવી દાઝવાની ઈજાઓ સમયે સારવાર બાબતે જાગૃતિનો અભાવ હોય છે અથવા તો આર્થિક પરિસ્થિતિ હોય. જો આવા બનાવોમાં સમયસર યોગ્ય સારવાર આપવામાં આવે તો દાઝવાથી નહીં બચાવી શકતા ૨ લાખ લોકોના મૃત્યુદરમાં પણ ઘટાડો લાવી શકાય, આવી જ સેવા ભાવનાને નજર સમક્ષ રાખીને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આગામી ટુંક સમયમાં રાજકોટ શહેરમાં સ્કિન બેંક સ્થાપવાની તૈયારીઓ માટે જહેમત ઉઠાવાઈ રહી છે. આ માટે સૌપ્રથમ ટીસ્યુ બેંકની પરવાનગી માંગવામાં આવશે. અહીં સ્કિન બેંક શરૂ થયે સ્કિન ડોનેશન માટે લોકોને જાગૃત કરાશે.
રોટરી કલબ દ્વારા છેલ્લા ૩૨ વર્ષોથી અનેક સેવાકિય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેમ કે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર, રાજકોટ કેન્સર હોસ્પિટલમાં મેમોગ્રાફી અને બ્રેકી થેરાપી, કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર, વિરાણી બહેરા-મુંગા શાળામાં ઓડીયોમેટ્રી લેબોરેટરી, સિસ્ટર નિવેદિતા શાળામાં કોમ્યુટર સેન્ટર વગેરે જગ્યાએ અદ્યતન સેવાઓ કાર્યરત કરાઈ છે. સ્કિન બેંકની સ્થાપના માટે આજે રાજકોટમાં નીલાદ્રીકુમાર અને ગ્રુપનું ફયુઝનકલાસિકલ મ્યુઝીકલ નાઈટ દ્વારા દર વર્ષે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરે છે. સુરમયી સાંજમાં આ પહેલા પંડિત હરિપ્રસાદ ચોરસિયા, પંડિત વિશ્ર્વમોહન ભટ્ટ, સંતૂરવાદક રાહુલ શર્મા સહિતના કલાકારોએ રાજકોટની કલાપ્રિય જનતાને સુરમુગ્ધ કર્યા છે. વિશ્ર્વ પ્રસિઘ્ધ સરોદવાદક ઉ.અમજદઅલી ખાંના પુત્રો સરોદવાદક અયાનઅલી તથા અઝાનઅલી ખાંનો રાજકોટના આંગણે સૌપ્રથમ સરોદવાનનો કાર્યક્રમ યોજવાનો યશ મળ્યો છે અને હવે રાજકોટમાં પ્રથમવાર ઈન્ડિયન કલાસિકલ ફયુઝન નાઈટ યોજાઈ રહી છે. રોટરી ગ્રેટરની સ્કિન બેંકના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સિતારવાદક નીલાદ્રીકુમાર અને સાથેના કલાકારો સંગીતના સુરો રેલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુકશે. સિતારવાદક નીલાદ્રીકુમાર સાથે તબલા પર સત્યજિત તલવલકર, કીબોર્ડ પર એન્જલો ફેર્નાન્ડીસ, ડ્રમ પર શિખામદ કુરેશી, પર્સીયન દીપેશ વર્મા તથા ઓમકાર સાલૂનકે, જયારે ગિટાર પર ઉત્કર્ષ શ્રીવાસ્તવ સાથ આપશે.