WHOએ વિશ્વના દેશોને અસરગ્રસ્તો માટે મદદનો હાથ લંબાવવા જણાવ્યું
તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી સર્જી દીધી છે. એટલું જ નહીં હજારો લોકોના મોત પણ નીપજ્યા છે અને મકાનો ધરાશે થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવ્યું હતું કે સિરિયામાં હાલ કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. એમાં પણ ભૂકંપે સીરીયાની સ્થિતિ અત્યંત દયનીય બનાવી દીધી છે. હાલ બંને દેશોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો અનુકંપા ઊભી કરે તેવી પરિસ્થિતિ હાલ ઉદ્ભવિત થઈ છે ત્યારે વિશ્વના દરેક દેશોએ તુર્કી અને સીરિયાને મદદ કરવા આગળ આવવું જોઈએ.
ટર્કી અને સિરિયામાં સદીનો સૌથી ભયાનક ભૂકંપે હજારો લોકોને હંમેશ માટે મોતની ઊંઘમાં પોઢાડી દીધા હતા. ૭.૮નો આ ધરતીકંપ એવો ભયાનક હતો કે જ્યાં જુઓ ત્યાં મોતનો જ ખેલ હતો અને નિષ્ણાતોના મતે હજીય આફ્ટરશૉક તો અનુભવાતા જ રહેશે, જેમાંના કેટલાકની તીવ્રતા વધારે પણ હોઈ શકે છે. સિરિયામાં પણ આંચકાએ ભારે તબાહી મચાવી હતી. સિરિયા હાલ ગૃહયુદ્ધથી ત્રસ્ત છે, જેમાં એક ભાગ સરકારના આધિપત્ય હેઠળ છે તો બીજો ભાગ વિપક્ષની પાસે છે; જેમાં રશિયાના સમર્થનવાળી સરકાર છે. વળી ટર્કીમાં અનેક શરણાર્થીઓ આવીને વસેલા છે. વિપક્ષની સરકારવાળા પ્રદેશમાં ૪૦ લાખ લોકો વસે છે. વળી યુદ્ધને કારણે ત્યાં અનેક બિલ્ડિંગો કાટમાળ જેવી જ થઈ ગઈ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન નો માનવું છે કે સીરીયાની જે સ્થિતિ ભૂકંપ પહેલા પણ જોવા મળી હતી તેમાંથી તેઓને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે ત્યારે વિશ્વના દેશો વધુને વધુ સીરિયાની મદદથી આવે તો સ્થિતિ ઘણા ખરા અંશે સુધરી શકશે.