ગોંડલ શહેર પંથકમાં છેલ્લા એક બે દાયકા દરમિયાન સીંગદાણા નાં કારખાનાઓ પણ ઘણા થઈ ગયા છે આવા કારખાનાઓમાં કારીગરો ને તો રોજી રોટી મળીજ રહી છે સાથોસાથ સિંગદાણા વીણતી મહિલાઓ પણ ઘણું કામ કરી ગુજરાન ચલાવી રહી છે ત્યારે આ વર્ષે સીંગદાણા નાં કારખાને દારોની હાલત લાફો મારી ગાલ લાલ રાખવા સમાન થઈ જવા પામી છે.
ગોંડલ શહેર પંથકમાં આશરે 25 થી 30 સિંગદાણા નાં કારખાનાઓ આવેલા છે જેમના કેટલાક કારખાનેદારો એ જણાવ્યું હતું કે 20કિલો મગફળી ની ખરીદી રૂ. 1100 થી રૂ. 1300 સુધી ની થઈ રહી છે, 20કિલો મગફળી માંથી દાણા કાઢવામાં આવે તો 6 કિલો ફોતરી અને દોઢ બે કિલો કપચી ( નાના દાણા ) નીકળી જતા હોય છે, રૂ. 40 યાર્ડ નો ખર્ચ, 15 ગુણી ની મજૂરી, 150રૂ ખર્ચ અને કારખાનાં નાં કામદારો ની મજૂરી બાદ કરી એ તો સીંગદાણા ભાવે ભાવ પડતર પડી રહ્યા છે અને એક્સપોર્ટ નાં 96 રૂપિયા બોલાઈ રહ્યા છે જો આ પ્રમાણે માર્કેટ નાં ભાવ જોઈએતો નહિ નફો નહિ નુકશાની જેવી હાલત થાય છે હાલતો કારખાનેદારો કાર્ય રત તેવા, મજૂરો અને મહિલાઓ ને રોજી રોટી મળી રહે તે હેતુથી જ કામ ધંધો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.