દ્વારકા જિલ્લામાં અન્ય હોટસ્પોટ સેન્ટરોથી કોરોના કેસોની સંખ્યા ઓછી હતી પરંતુ છેલ્લા સપ્તાહ દરમ્યના કેસોમાં જે મુજબ વધારો થઈ રહ્યો તે મુજબ પીડીત દર્દીઓની સેવા વ્યવસ્થા અધરો કોયડો બની ગયેલ છે.
જિલ્લાના મુખ્ય સેન્ટર પોઈન્ટ ખંભાળીયામાં જનરલ હોસ્પિટલ ઉપરાંત માન્યતા પ્રાપ્ત તમામ હોસ્પિટલોમાં ભરચકક દર્દીઓ થવા તેહકિકત હવે સામાન્ય બની ગઈ છે. પરંતુ હાલતો આશ્ર્વાસન માટે દર્દીઓને સામીલ કરવામાં આવતા હોવાથી જેમ તેમ દર્દીઓને ગોઠવી દેવામાં આવે છે. ગર્વમેન્ટ હોસ્પિટલોમાં સંખ્યાબંધ દર્દીઓ આવી રહ્યા છે. સપ્તાહ પૂર્વે દૈનિક દસના આંકડા અંદર બાદ વીસનાં આંકડા અંદર અને હાલ દૈનિક પચ્ચીસથી માંડી બત્રીસની સંખ્યામાં દર્દીઓ દાખલ થવાથી હાલ દ્વારકા જિલ્લામાં બસોતેર જેટલા દર્દી સંક્રમિત બની રહ્યા છે. જેમાં ગર્વમેન્ટ હોસ્પિટલમાં વ્યવસ્થા બેકાબુ બની રહી છે. દર્દીઓને બેડ કે ઓકસીજન ના મળે તે સ્વાભવિક છે. પણ સમયસર દવા કે ચા પાણી નાસ્તો પણ મળતા ન હોવાનું બીપીનભાઈ દાવડા નામના સ્વજને આપવીતી જણાવી રહી દર્દીઓ વલખા મારી રહ્યા છે. અને સ્થિતિ દયાજનક બની રહી છે.