અખાત્રીજના બ્રાહ્મણોના આરાઘ્ય દેવ ભગવાન પરશુરામની જન્મજયંતિ બ્રહ્મ સમાજમાં ઉજવણી માટે થનગનાટ ઉભો થાય અને આઘ્યાત્મિક વાતાવરણ બને તથા બ્રહ્મ સમાજના યુવાનો એક તાંતણે બંધાય તેવા ઉમદા હેતુ સાથે ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત ૧૧માં વર્ષે આહવાન સ્કુટર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પંચનાથ મહાદેવ મંદિરથી પરશુરામ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજના યુવાનો તથા યુવતીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજીત પરશુરામ ચેતના યાત્રામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને બ્રહ્મ સમાજ યુવાઓના માર્ગદર્શક નીતીનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
આ યાત્રામાં સવિશેષ ગુજરાત ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મિરાણી, દેવાંગભાઈ માંકડ, અશ્ર્વિનભાઈ મોલીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, વિક્રમભાઈ પુજારા, વિરેન્દ્રસિંહ ઝાલા, સતર તાલુકા બ્રહ્મસમાજ, ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રહ્મસમાજ, જંકશન પ્લોટ બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા મનિષભાઈ ભટ્ટ, પંકજભાઈ રાવલ, હડીયાળા ચોવીસી બ્રહ્મસમાજ, કોઠારીયા રોડ બ્રહ્મસમાજ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં ભૂદેવ સેવા સમિતિના નિરજ ભટ્ટ તથા માનવ વ્યાસ જણાવે છે કે આ પરશુરામ ચેતના યાત્રામાં ભગવાન પરશુરામનું પ્રતિક ફરશી પંચનાથ મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરીને ડોલ્બી ડીઝીટલ ડી.જે.ના ભવ્ય મ્યુઝીક સિસ્ટમ સાથે ભૂદેવ સેવા સમિતિ દ્વારા બનાવેલ ‘ભૂદેવ કહેવાય અમે ભૂદેવ કહેવાય… ધરતીના દેવ અમે ભૂદેવ કહેવાય… તથા બીજુ ગીત એક ભૂદેવ છે હજારી પર ભારી રે…રીલીઝ કરવામાં આવ્યા હતા તથા વાતાવરણને ધર્મ તથા સંગીતમય બનાવવામાં આવ્યું હતું.
૧૫૧ બહેનોએ સાફા બાંધી હાથમાં ભગવાન પરશુરામની ફરશી ધારણ કરી ચેતના યાત્રાની આગેવાની (પાયલોટીંગ) કરી હતી. આ સમગ્ર પરશુરામ ચેતના યાત્રાને સફળ બનાવવા માટે ભુદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ મહિલા પાંખના નેહલબેન ત્રિવેદી, દર્શનાબેન પંડિત, જાનકીબેન રાવલ, રક્ષાબેન જોષી, પુનમબેન પંડયા, રીઘ્ધીબેન વ્યાસ, રક્ષાબેન ત્રિવેદી, પલ્લવીબેન વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.