અબતક, રાજકોટ
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માંથી ધરાવતા ભારતનું લોકતંત્ર ૭૫ વર્ષ ની સફર સર કરી રહી છે ત્યારે કોંગ્રેસ ૭૫માં સ્વતંત્ર વર્ષની ઉજવણીનું શાનદાર આયોજન કરવા કટિબદ્ધ બની છે બીજી ઓકટોબર ગાંધી જયંતિના દિવસથી ૭૫માં સ્વતંત્ર વર્ષના શ્રેણીબધ્ધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવશે. સોનિયા ગાંધીની આગેવાનીમાં ૧૧ની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને સમિતિની દેખરેખ હેઠળ સમગ્ર દેશમાં આખું વર્ષ અલગ અલગ કાર્યક્રમો યોજાશે કોંગ્રેસની હાલત અત્યારે મઝધારમાં ફસાયેલી નાવ જેવી થઈ છે ત્યારે દેશવ્યાપી ઉજવણીના સહારે કોંગ્રેસ નું સ્વતંત્ર ભારતમાં રહેલું યોગદાન સો જન જન વચ્ચે જવા કટિબદ્ધ બની છે.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે ભારતને મળેલી આઝાદી ૭૫ વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે કોંગ્રેસ સમગ્ર વર્ષ ૭૫ માં સ્વતંત્ર વર્ષની ઉજવણી માટે તૈયાર બની છે સ્વતંત્ર સંગ્રામમાં બલિદાન આપનાર સ્વતંત્ર વીરોની વીર ગાથા ને પ્રજા સમક્ષ ઉજાગર કરવામાં આવશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ દ્વારા ઉજવણીમાં ખાસ સૂચન કરવામાં આવ્યું હતું કે જે સ્વતંત્ર સેનાનીઓ બ્રિટિશકાળમાં સંઘર્ષમય હતા તેમને પણ યાદ કરવામાં આવશે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રચવામાં આવેલી ૧૧ સભ્યોની સમિતિ સમગ્ર વર્ષના આયોજન ની દેખરેખ રાખશે.
ગાંધી જયંતી બીજી ઓકટોબરી કોંગ્રેસ પોતાની ઉજવણીનો પ્રારંભ કરશે મનમોહનસિંહના નિવાસ સને યોજાયેલી બેઠકમાં બ્રિટિશ કાલી શરૂ થયેલી આઝાદીની ચળવળ અને ભારત પર ઈન્ડિયા કંપનીએ કેવી રીતે ૧૮૫૭ પછી કબજો જમાવ્યો હતો તેની ગાા ઉજાગર કરવામાં આવશે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો જેવા કે પરયાગરાજ સાબરમતી આશ્રમ ચંપારણ વેવાઈ કરો એ કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ખાસ કરીને બ્રિટિશ હુકૂમત એવી રીતે દેશના ધાર્મિક સામાજિક ભાગલા પાડ્યાતેની તમારી પ્રજાજનો સમક્ષ મુકીને દેશની સામાજિક એકતા ને વળતર બનાવવામાં આવશે આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં મીરા કુમાર એક એન્ટોની અંબિકા સોની ગુલામનબી આઝાદ ભુપેન્દ્રસિંહ કુડા મુકુલ વાસનિક પ્રમોદ તિવારી પ્રત્યુતર બારડોલી અને કે આર રમેશકુમાર જેવા નેતાઓ હાજર રહ્યા હતા.