રૂ ૫૯ હજાર કરોડના ખર્ચે ૩૬ ફેન્ચ રાયફલ જેટ ખરીદવાના કરારો કરાયા
વાયુ સેનાને વધુમાં વધુ સક્ષમ બનાવવા માટે સરકારે બે વર્ષ જુના પ્લેનને સેનામાંથી કાઢી નાખ્યા છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રૂ ૧.૧૫ લાખ કરોડનો વાયુ સેના માટે ખર્ચ કરવામાં આવશે. અને સેનામાંથી તમામ સીંગલ એન્જીન લડાકુ વિમાનને દુર કરાશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની દલીલ બાદ રૂ ૫૯૦૦૦ કરોડના કરારો પર ૩૬ ફ્રેન્ચ રાયફલ જેટ ખરીદવામાં આવશે.
સુત્રોના આધારે ડિફેન્સ મીનીસ્ટરે વાયુ સેનાને સુચવ્યું હતું કે ૩૧ ફાઇટર જેટોમાં ૧૮ જેટો રહેશે. જો કે ચીન અને પાકિસ્તાનથી રક્ષણ મેળવવા ૪ર જેટની જરુરીયાત છે. પ્લાનના આધારે સિંગલ એન્જીન પ્લેનોને બદલે ડબલ એન્જીન રખાશે જો કે સિંગલ તેમજ ડબલ એમ બન્ને એન્જીન ધરાવતા બે ફાઇટર જેટ ભારત પાસે છે અમેરિકન એફ-૧૬ અને સ્વીડન ગ્રીપેન-ઇ છે. એફ-૧૬ ના ઉત્પાદકર્તા માર્ટીને ટાટા એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ સાથે ત્યારે સ્વિડન એવિએશન સાબે અદાણી ગ્રુપ સાથે ફાઇટર પ્લેનોનું નિર્માણ કરવા માટે મેગા પ્રોજેકટ હેઠળ હાથ મિલાવ્યા છે.
જો કે સરકારે ખાનગી કંપનીઓને પણ પ્લેન બનાવવા પ્રોજેકટ બહાર પાડયા છે. આ પૂર્વ ડિફેન્સ મીનીસ્ટર મનોહર પારિકરે વાયુ સેનાને સિંગલ એન્જીનના ફાઇટરોનું ઉત્૫ાદન કરવાનું સુચવ્યું હતું. કારણ કે દેશ માત્ર ૩૬ ટવીન એન્જીન ફાઇટર પ્લેનનો જ ખર્ચ પરવળી શકે છે. જો કે સિંગલ એન્જીનનો ખર્ચો પણ ઓછો થાય છે. જયા ઓછો ખતરો જણાશે ત્યાં સિંગલ એન્જીનો મોકલી શકાય. મીગ-ર૧ અને મીગ-ર૭ ૨૦૨૨ સુધીમાં નિવૃતિ પામશે. માટે સ્વાડ્રોનની સંખ્યામાં પણ ઘટાડો થશે માટે નવા પ્રોજેકટમાં સિંગલ તેમજ ટવીન એમ બન્ને એન્જીન ધરાવતા હોય તેવા ફાઇટરો બનાવવામાં આવશે.