સંબંધોની શરૂઆત લાગણીથી થતી હોય છે. તો દરેક લાગણીની એક અલગ વ્યાખ્યા વ્યક્તિ અને જીવન કરતું હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવન સાથે જોડાય તો તેને જીવનમાં એક અલગ અનુભવ મળતો હોય છે.

સંબંધો દરેક પરિસ્થિતી માટે કઈક અલગ જ રૂપ સ્વીકારી તેને આગળ ચલાવતું હોય છે. ત્યારે સંબંધો એ બોલવામાં ખૂબ અઘરો શબ્દ છે પણ જીવનમાં જો તેના વિષે જ્યારે કોઈ પણ વ્યક્તિ થોડું પણ સમજી જાય તો તેની જિંદગી સાર્થક થઈ જાય છે. સંબંધ એ જેમ ફૂલ પોતાની સુગંધ થકી બગીચો મહેકાવે છે તેમ જ વ્યક્તિ તેને જોડવાથી અલગ વ્યક્તિત્વ અપાવે છે. જ્યારે દરેક વ્યક્તિ પોતાના સંબંધ કઈક ખાસ મને છે તો જ જીવનમાં તેની સાચી અનુભૂતિ કરી શકે છે. સંબંધ એક એવો જીવનનો અંગ છે જે સતત વ્યક્તિને ધબકતું રાખે છે. કારણ દરેક સંબંધ થકી જ વ્યક્તિ પોતાની પ્રતીભાને કઈક અલગ બનાવી શકે છે. ત્યારે જો આ સંબંધમાં સરળતા ઉમેરવામાં આવે તો જીવન ખૂબ ખાસ બની જાય છે.

જીવનમાં સરળતા જ્યારે સંબંધમાં રાખવામાં આવે તો જીવનની એક જુદી મજા છે. કારણ, વ્યક્તિ પોતાનામાં આ સ્વભાવ ક્યાક તો રાખતો જ હોય છે. જ્યારે સરળતાની વાત આવે તો એક સવાલ થાય કે કેવી રીતે આવે આ   સરળતા ? તો એનો ઉતર માત્ર એજ છે કે જો વ્યક્તિ દરેક સંબંધ પોતાની જાતને ઉચ્ચ અથવા કઈક ખાસ ના સમજે તો તે જીવનમાં કોઈ પણ રીતે સરળતા અપનાવી શકે છે. ત્યારે સંબંધ તે માત્ર આ એક સરળતા પર ટકી રહે છે. જો દરેક સંબંધ એ ભલે પછી માતા-પિતા,દીકરા-દીકરી ભાઈ-બહેન,પતિ-પત્ની કોઈ પણનો સંબંધ હોય જો તેમાં સરળતા આવી જાય તો જીવનની સ્પષ્ટતા મળી જાય છે. કારણ દરેક સંબંધમાં છુપાયેલી આ સરળતા દરેક વ્યક્તિને જીવનમાં સ્પષ્ટતા આવે  અને અપાવે છે.

7537d2f3 8

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.