ભારત દેશમાં અનેક પ્રકારની સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અહીં અનેક માન્યતાઓ રીત રીવાજો અને ધર્મો જોવા મળે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તમને જાત-જાતની માન્યતાઓ જોવા મળશે જે તમારા જીવનમાં ગુડ લુક અને સમૃધ્ધિ લાવે છે. તેમ શું પહેરો છો અને કેવો વ્યવહાર કરો છો તથા કેવા લોકો સાથે રહો છો એ વધુ આપણા શારિરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધુ અસર પડે છે.
ખાસ કરીને ભારતીય સ્ત્રઓની વાત કરીઓ તો પરંપરા મુજબ કેટલાંક ધરેણા પહેરવા પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલુ હોય છે. ઉદાહરણ તરીકે કપાળની વચ્ચેનું તિલક કે બિંદી કરવાથી શરીરની સમગ્ર એનર્જી કેન્દ્ર સમા પોઇન્ટ પર મસાજ થાય છે. આજ રીતે પગમાં વિંછિયા પહેરવાર પાછળ પણ એક અલગ તારણ રજુ થયું છે.
પગમાં વીંટી પહેરવા પાછળનું રહસ્ય :-
જાણીને નવાઇ લાગશે કે આંગળીની નસ સીધી ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. સ્ત્રીઓ આ આંગળીમાં ચાંદીની વીંટી પહેરે એટલે તેમનું ગર્ભાશય મજબુત થાય છે અને માસિક નિયમિત બને છે.
બ્લડપ્રેશર કાબુમાં રહે છે :-
આ ઉપરાંત વિંછીયા પહેરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જેને કારણે વ્યક્તિનું મગજ પણ શાંત રહે છે. આ કારણે સ્ત્રીનું શરીર ફળદ્રપ બને છે. અને તેને ગર્ભ ધારણ કરવામાં કોઇ મુશ્કેલી પડતી નથી.