બસ હવે બહુ થયું…
ગુજરાતી ફિલ્મોનાં શુટીંગ શરૂ થયા છે બધા જ પૂરી સાવચેતીથી કામ કરી રહ્યા છે હાલ ગુજરાતમાં ૬ થી ૮ ફિલ્મોનાં શુટીંગ ચાલી રહ્યા છે: મેહુલ બુચની ‘અબતક’ સાથે ખાસ વાતચીત
સ્ટાર પ્લસની ટીવી સીરિયલ ‘પ્યાર કા દર્દ હૈ’ તથા ‘ગુલ્ફીકુમાર બાજેવાલા’ જેવી અનેક સિરીયલોમાં મહત્વનું કેરેકટર નિભાવતા જાણીતા નાટ્ય કલાકાર અને ગુજરાતી ફિલ્મ સ્ટાર મેહુલ બુચે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે હવે થિયેટરના સન્નાટાથી ડર લાગે છે, બસ હવે બહુ થયું અમો બધા કલાકારો નાટકના જીવ છીએ. બધું જ શરૂ થઈ રહ્યું છે ત્યારે અડધા ઓડિટોરીયમમાં તાત્કાલીક નાટ્યશો શરૂ થવા જોઈએ. નાટકમાં નાના ટેકનીશ્યન, બેક સ્ટેજ કલાકાર જેવા સાથે નાના મોટા કલાકારો પાસે કામ નથી તો ચાલુ થાય તોજ તેની આજીવિકા ટકી રહે તેમ છે.
ખૂબજ જાણીતા ગુજરાતી કલાકાર મેહુલ બુચે અનલોક-૩ પછી જુલાઈથી ‘ફૂલસ્ટોપ’ જેવી બે ફિલ્મોનું શુટીંગ કર્યું છે. તેઆ ‘અબતક’ને જણાવે છે કે અમો શુટીંગમાં માસ્ક, સેનેટાઈઝર, સામાજીક અંતર જેવી તમામ કાલજી રાખીને કામ કરી રહ્યા છીએ. લોકડાઉન બાદ ગુજરાતી ફિલ્મોનું શુટીંગ ગુજરાતમાં પ્રથમ શરૂ થયેલ છે. હાલ ૮ જેટલી ગુજરાતી ફિલ્મોનું શુટીંગ ચાલુ છે. તેમ મેહુલ બુચે ‘અબતક’ને જણાવ્યું હતુ
થિયેટર ફિલ્મો નાટકો કલાકારના જીવ છે.તે રંગભૂમિના દેવતાની અર્ચના કરીને અભિનય કરતો હોય છે. કોરોના મહામારીના કારણે મુંબઈની લોકલ ટ્રેન જો ખૂલ્લી જતી હોય તો નાટક શુ કામ શરૂ ન થાય? તેમ મેહુલ બુચે જણાવેલ છે.‘અબતક’ સાથેની વાતચિતમાં ફિલ્મ સ્ટાર મેહુલ બુચે જણાવેલકે કોરોના મહામારીમાં લોકડાઉનમાં ઘરમાં રહેલ તમામ ફિલ્મો-નાટકો-સિરીયલો જોઈને જ ટાઈમ પસાર કરેલ હતા. માનસિક તાણ દૂર કરવા એક માત્ર મનોરંજન જ આધાર છે. મનોરંજન ઈન્ડસ્ટ્રીઝ જેટલી વ્હેલી શરૂ થશે તેટલી જ તે ગતી પકડશે તે સૌને પહેલાની જેમ જ કામ મળવા લાગશે તેમ મેહુલ બુચે જણાવેલ છે.