અવનવા ટ્રેડિશનલ કપડામાં સજજ ખેલૈયાઓનો ગાયકોએ વધાર્યો ઉત્સાહ
‘અબતક’ સુરભી પ્રસ્તુત નિખિલ નવરાત્રી રાસોત્સવમાં ખેલૈયાઓનો દિવસને દિવસે ઉત્સાહ વધી રહ્યો છે. ગઈકાલે ચોથા નોરતે ખેલૈયાઓ મનમૂકીને નાચ્યા હતા અવનવા ગીતો ગરબાનાં સથવારે સિકસ સ્ટેપ સહિત વિવિધ સ્ટેપ રમી આનંદ માણ્યો હતો. ખ્યાતનામ સીંગરોએ પણ ર્માં જગદંબાની આરાધના અર્થે એકથી એક ચડિયાતા ગીતો ગાઈ યુવાધનને હિલોળે ચડાવ્યું હતુ.‘અબતક’ સુરભીમાં દરરોજ રાત્રે ખેલૈયાઓમાં નવો ઉત્સાહ જોવા મળે છે.
ટ્રેડિશ્નલ પોશાકમા સજજ થઈ તેમજ સુંદર આભુષણો પહેરી ગરબે રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં સુંદર નજારો ઉભો કરે છે. શહેરનાં તમામ ખેલૈયાઓએ અર્વાચીન રાસોત્સવમાં ગરબે ધૂમવા નવરાત્રી પહેલા જ સંપૂર્ણ તૈયારી કરી હતી. આ ઉપરાંત ગરબે રમવા આવતા વિવિધ ગ્રુપો કોઈને કોઈ થીમ સાથે આવી પહોચી સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બને છે.
રોજે રોજ જેમાં પ્રિન્સ પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતની કેટેગરીમાં વિજેતા ખેલૈયાઓને આકર્ષક ગિફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ‘અબતક’ સુરભી પ્રસ્તુત નીખીલ નવરાત્રી રાસોત્સવનો દરરોજ મહાનુભાવોના હસ્તે આરતી કરી શુભારંભ કરવામાં આવે છે.આ તકે રૂરલ એસીબી પી.એ સ.આઇ. એમ.એન .રાણા સહિત તેમનો પરિવાર એન.ડી.આ.એફ ટીમના કમાન્ડર રાજેન્દ્ર કામ્બ્લે તથા જવાનો, યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક-સુરભીમાં ખેલૈયાઓને રમતા જોઇ મને ખૂબ જ આનંદ આવે છે: ધારા પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન ફેસ્ટિવ હોલી-ડે વાળા ધારા પટેલ એ જણાવ્યુંં હતુ કે હું પ્રથમ વખત અબતક સુરભી રાસોત્સવમાં આવી છું અહિયાનું વાતાવરણ ખૂબજ આનંદ આપે તેવું છે. મને બધા ખેલૈયાઓને રમતા જોઈને ખૂબજ મજા આવે. અહિયા બધા ગ્રુપમાં અલગ અલગ થીમ મુજબ તૈયાર થઈને આવે છે.
તે જોઈને ખૂબજ આનંદ આવે છે. અહીં ખેલૈયાઓ અલગ અલગ થીમમાં ટ્રેડીશ્નલ કપડા પહેરી ગરબે રમે છે. વિવિધ ગૃપને અલગ અલગ સ્ટેપમાં રમતા જોઇ ખૂબ મજા આવે છે.
શહેરમાં સારામાં સારૂ આયોજન એકમાત્ર ‘સુરભી’માં :શૈલેષ ડાંગર
અબતક સાથેની વાતચીત દરમિયાન શૈલેષભાઈ ડાંગરએ જણાવ્યું હતુ કે રાજકોટની એક નામાંકિત ડાંડીયારાસ એટલે અબતક સુરભી રાસોત્સવ મારા ખ્યાલ મુજબ રાજકોટમાં સારામાં સારૂ આયોજન થતું હોય તો તે અબતક સુરભીમાં જ થાય છે. ખેલૈયાઓને કાંઈ પણ ન ઘટે તે રીતેની હાઈ સિકયુરીટી વિશાળ ગ્રાઉન્ડ, સાઉન્ડ સિસ્ટમ તથા જાણીતા સીંગરોના સથવારે ખેલૈયાઓ રમે છે તેનો આનંદ થાય છે.
ગાંધીજી, ભારતમાતાની થીમનો પોશાક પહેરી ગરબે રમ્યું રામલીલા ગ્રુપ
અબતક સાથેની વાતચીત દરમિયાન રામલીલા ગ્રુપએ જણાવ્યું હતુ કે અમે અબતક સુરભી રાસોત્સવમાં ઘણા વર્ષથી આવીએ છીએ ત્યારે અમે દરરોજ અલગ અલગ થીમ મુજબ તૈયાર થઈને આવીએ છીએ ત્યારે ૨ ઓકટોબર એટલે ગાંધી જયંતિના ભાગરૂપે અમારા ગ્રુપના ગાંધીજી, ભારતમાતા તથા બીજા બધાએ તે રીતના જ પહેરવેશ પહેરીને આવ્યા છે.
અહિયા આવીને ગરબે ધુમવાની મજા જ કાંઈક અલગ હોય છે. અહિયા જેવી રમવાની મજા બીજે કયાંય આવી જ ન શકે અમને રમવા મો વિશાળ ગ્રાઉન્ડ સારા સીંગરોની રમઝટ તથા સીકયુરીટી પણ છે જેના કારણે અમે બેફીકર રીતે ગરબે ધુમીએ છીએ.
બધાને રમતા જોઈ અમને પણ રમવાનું મન થયું: NDRF કમાન્ડર
અબતક સાથેની વાતચીત દરમિયાન એન.ડી.આર. એફની ટીમના કમાન્ડર રાજેન્દ્ર કામ્બલેએ જણાવ્યું હતુ કે આજે અમે અબતક સુરભી રાસોત્સવમાં પ્રથમ વખત આવીને ખૂબ જ આનંદ થયો. કારણ કે વ્યસ્ત સમયને કારણે અમને સમય ન મળતો હોય. પરંતુ અહિયાના ડી.એમ. તથા પ્રશાસન દ્વારા અમને એક મોકો આપવામા આવ્યો અને અહીંયા હું મારી ટીમ સાથે આવ્યો છું બધાને ખૂબજ આનંદ થયો.
ગુજરાતમાં નવરાત્રીનો અલગ જ માહોલ હોય છે. બધા ગરબે ધુમતા હોય અને બીજાને પણ રમવા મજબૂર કરે છે. લોકોની સેવા કરવી એ જ અમરો ઉદેશ્ય છે. કોઈપણ પ્રકારનું ડીઝાસ્ટ આવ્યું હોય ત્યારે અમે લોકોને બચાવવા હરહંમેશ તત્પર રહીએ છીએ ત્યારે એ સમયે તેમને બચાવીને અમને ખૂબજ ખુશી થાય છે. આજે બધાને રમતા જોઈને અમને પણ રમવાનું મન થઈ ગયું હતુ.
અહિંનો માહોલ જ કંઈક અનેરો હોય છે: અલ્પના રાણા
અબતક સાથેની વાતચીત દરમિયાન અલ્પના રાણાએ જણાવ્યું હતુ કે અબતક સુરભી રાસોત્સવમાં આજ આવીને ખૂબજ આનંદ થયો. પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓને ગરબે ધુમતા જોઈને ખૂબજ આનંદ થયો મને નવરાત્રી તહેવાર ખૂબજ પસંદ છે. હું આજ અબતક સુરભી ગ્રાઉન્ડમાં મારા પરિવાર સાથે આવી છું. અહિયાનો માહોલ જ કાંઈક અનેરો છે.