ચાર વર્ષ પછી એક વખત ફરી અમેરિકી સરકારની સામે ‘શટડાઉન’નું સંકટ જોવા મળી રહ્યું છે. શુક્રવારે મોડી રાતે સેનેટર્સે ટેમ્પેરરી સ્પેડિંગને મંજૂરી આપવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તો તેની સાથે જોડાયેલાં બિલની ડેડલાઈન પણ શુક્રવારે પૂર્ણ થઈ ગઈ હતી. આ બિલ અમેરિકાના સરકારી ખર્ચાઓની દ્રષ્ટીએ ઘણું જ મહત્વનું છે. આ કારણે શટડાઉનની શરૂઆત થઈ ગઈ છે. માનવામાં આવે છે કે અમેરિકામાં અનેક સરકારી વિભાગો બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓને પગાર વગર જ ઘર બેસવું પડશે.
48 સેનેટર્સે બિલના વિરૂદ્ધમાં મતદાન કર્યું
– ધ હિલના જણાવ્યા મુજબ બિલને મંજૂર કરાવવા માટે 60 મતની જરૂર હતી પરંતુ 48 સેનેટર્સે બિલના વિરૂદ્ધમમાં મતદાન કર્યું હતું.
– માત્ર પાંચ ડેમેક્રેટે બિલના પક્ષમાં મતદાન કર્યું હતું.
– ડેમોક્રેટ સેનેટરે રાજકીય સંકટનો ઉલ્લેખ કરતાં સ્ટોપગેપ સ્પેડિંગ પર રોક લગાવી ચુક્યાં છે. જે પછી શનિવારે સવારે અનેક સરકારી કાર્યાલયો સત્તાવાર રીતે બંધ રહ્યાં હતા.