માન્યવર મોહેનો સૌરાષ્ટ્ર ખાતે સૌથી મોટો શોરૂમ જેમાં બ્રાઈડ અને ગ્રુમ માટે શેરવાની, કુર્તી, ચણીયા ચોળી, સાડી, વેડીંગ ડ્રેસ મટીરીયલ્સ, મોજડી, સાફા સહિતના પોશાક પહેરવેશની વિશાળ શ્રેણી ઉપલબ્ધ
લગ્નની મોસમ પુરબહારમાં ચાલી રહી છે અને બ્રાઈડ તેમજ ગ્રુમ તેમના મનપસંદ આઉટફીટ માટે વિવિધ શોરૂમમાં જાય છે પરંતુ સૌરાષ્ટ્ર ખાતે રાજકોટ માર્કેટમાં સૌથી મોટો માન્યવર તથા મોહનો શોરૂમ ખુલી રહ્યો છે. આ શો રૂમ પ્લસ પોઈન્ટ, હરિભાઈ હોલ સામે યાજ્ઞિક રોડ પર શરૂ થઈ રહ્યો છે. મહત્વનું છે કે માન્યવરના બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલી છે. જયારે મોહેના બ્રાન્ડ એમ્બેસેડર અનુષ્કા શર્મા છે. આ શો-રૂમમાં લગ્નના બેનમુન તૈયાર કપડા ખૂબ જ મોટી રેન્જમાં મળી રહ્યાં છે.માન્યવર મોહેના શો રૂમના આકર્ષણને લઈ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. માન્યવર અને મોહેનો સૌરાષ્ટ્ર ખાતે સૌથી મોટો સંપૂર્ણ વાતાનુકુલિત શોરૂમ રાજકોટના હાર્દસમાં ડો.યાજ્ઞીક રોડ પર પ્લસ પોઈન્ટ બિલ્ડીંગમાં હરિભાઈ હોલ સામે, ૩૪૦૦ ફૂટનો શોરૂમ બનાવવામાં આવેલ છે. જેમાં ભાઈઓ તથા બહેનોના અપ્રતિમ બેનમુન લગ્નના તૈયાર કપડાનો શોરૂમ જેના ગ્રાઉન્ડ ફલોર ૫૫૦ ફૂટનો છે. તથા પહેલો માળ ૧૪૦૦ ફૂટ અને બીજો માળ ૧૪૫૦ ફૂટના છે. લગ્નના પહેરવેશ તથા કંપલીટ ડ્રેસ મટિરિયલ ફકત એક જગ્યાએથી જ મળશે. આ સંગ્રહમાં ઉત્કૃષ્ટ શેરવાની, કુર્તી, ચણીયા ચોળી, સાડી, લગ્ન ડ્રેસ મટિરિયલ, મોજડી, સાફા વગેરે સમકાલીન ઈન્ડો-વેસ્ટર્ન પોશાક પહેરવેશ, ભવ્ય કુર્તા-જેકેટ્સ, વિવિધ ડ્રેસ મટિરિયલ અને તે પણ ઓફ-બીટ રંગોમાં સમાવેશ થાય છે.વેદાંત ફેશન્સ પ્રાઈવેટના એકમાત્ર ફેશન બ્રાન્ડ્સ, માન્યવર અને મોહે લિ., વંશીય વસ્ત્રોના ભારતના અગ્રણી ઉત્પાદક, આજે રાજકોટમાં તેમનો શોરૂમ શરૂ કરી, કંપનીએ ગુજરાત રાજયમાં ૧૪મો શોરૂમ શરૂ કર્યો છે. ઉપભોકતા અનુભવોનો ઉદેશ્ય રાખીને નવી દુકાન ગ્રાહકોને ઉન્નત અનુભવ પ્રદાન કરે છે.
આ શોરૂમનું લોન્ચિંગ બોલીવુડની એકટ્રેસ કરિશ્મા કપુર દ્વારા કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ દરમિયાન, કરિશ્માએ કહ્યું હતું કે, નસ્ત્રમાન્યવર અને મોહે પરંપરાગત પહેરવેશ હજી પણ યુવાનને વાઈબ્રેન્ટ બનાવે છે, સર્વોપરી અને ગતિશીલતા લાવે છે. હું ખરેખર બ્રાન્ડના ડ્રેસ મટિરિયલથી ખેબ જ સંતુષ્ટ છું, હું મારા માટે માન્યવર અને મોહેમાંથી ઘણા ડ્રેસ મટિરિયલ પસંદ કરીશ.હવે સમકાલીન ભારતના સૌથી પ્રતિષ્ઠિત ચિન્હો-માન્યવર વિરાટ કોહલી દ્વારા વ્યકત કરવામાં આવે છે. માન્યવર ૩ દેશોમાં ૨૦૦થી વધુ શહેરોમાં ૫૦૦થી વધુ સ્ટોર્સ શરૂ કર્યા છે. માન્યવર અને મોહેના ભારતમાં ૭૫ થી વધુ સ્ટોર્સ અને ૩ આંતરરાષ્ટ્રીય સ્ટોર્સ કાર્યરત છે. આ સ્ટોર્સમાં બાળકો માટે વંશીય અને ફયુઝન વસ્ત્રોનો સમાવેશ થાય છે, અને બાળકો માટે પણ વિવિધ પ્રસંગોને અનુરૂપ વસ્ત્રોની વિશાળ રેન્જ સામેલ છે.રાજકોટ ખાતેની ફ્રેન્ચાઈઝી બાલાજી એપેરલ્સને મળેલ છે. બાલાજી એપેરલ્સના રક્ષિત કામદાર અને દેવાંગ માંકડ રાજકોટની જનતાને આ શોરૂમની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે.