અબતક,રાજકોટ

કલર્સ ગુજરાતી ટીવી ચેનલ પર શરુ થયેલા પ્રશ્નોત્તરીના શો ‘કેટલા ટકા’માં આ શનિ – રવિ એટલે કે તો , ૪ અને ૫ સપ્ટેમ્બર જાણીતા ગાયક , સ્વરકારે મુલાયમ અવાજના માલિક , ગુજરાતી સંગીતના હીર- ઓસમાણ મીર નવા જ રંગરૂ પમાં , મુડમાં જોવા મળશે . વિવિધ ક્ષેત્રના જાણીતા ચહેરા આ શોમાં આવે છે અને એન્કર અને ગુજરાત વિશેના અલગ અલગ સવાલો પૂછે છે . કોણ કેટલા જવાબ આપી શકે એના પર નક્કી થાય કે એને કેટલા ટકા આપવાના?

‘કેટલા ટકા’ પ્રશ્ર્નોનરી સિરિઝમાં ગાયકો , અભિનેતાઓ આવીને પોતાના નોલેજનો પરિચય આપે છે . શનિવાર તા . ૪ સપ્ટેમ્બર અને રવિવાર તા . ૫ સપ્ટેમ્બરે ઓસમાણ મીરના એપિસોડ પ્રસારિત થશે જેમાં પાર્થિવ ગોહિલ અને અન્ય કલાકારો પણ છે , એન્કર દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબનો ઓસમાણ મીર આપશે જ પરંતુ જે ગીતથી એમને બોલીવુડમાં પણ આગવી ઓળખ મળી એવું રવીન્દ્રના ટાગોર રચિત , ઝવેર્ચદ મેઘાણી અનુસજિંતન ગીત મોર બની , થનગાટ કરે સહિતના ગીતોની રમઝટ પણ બોલાવશે.

ઓરમાણ મીરને ગાતા તો સાંભળ્યા હોય પરંતુ આમ પ્રશ્નોના જવાબ આપતા જોવા – સાંભળવાની મજા જ કંઈક ઓર છે , તો ગોઠવાઈ જજો ટીવી સેટની સામે અને જોજો કે કેટલા ટેકો મળે છે ઓસમાણ મીરને?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.