ઉત્તરપ્રદેશમાં બટેટાના ભાવો ઘટતા કેન્દ્ર સરકાર ખેડૂતોની વ્હારે આવી છે. કેન્દ્ર ઉત્તરપ્રદેશના ખેડૂતોને ફાયદો કરાવવા માટે ૧ લાખ ટન બટેટાની ખરીદી કરવાનું છે. ગુજરાતમાં પણ બટેટાના નીચા ભાવના કારણે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રશ્ર્ન ઈ રહ્યો છે કે ગુજરાતનો વાંક શું છે ?
ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત બાદ ખેડૂતોને બટેટાના ભાવ બાબતે રાહત આપવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, યુપીમાંી ૧ લાખ ટન બટેટાની ખરીદી કરવામાં આવશે. આ નિર્ણય માર્કેટ ઈન્ટરવેશન સ્કીમ હેઠળ કેન્દ્રીય ખેતી મંત્રાલયે પસાર કર્યો છે. ઉત્તરપ્રદેશમાં મોટાપાયે બટેટાનું ઉત્પાદન યું છે પરંતુ તેની પુરતી કિંમત ન મળતા ખેડૂતોને નુકશાન ઈ રહ્યું હતું. ખેડુતોના નુકશાનને ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે પરંતુ આવો જ નિર્ણય ગુજરાતમાં પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
વધુમાં ગુજરાતમાં પણ જો બટેટાની ખરીદીનો નિર્ણય ાય તો મોટા પ્રમાણમાં ખેડૂતોને ફાયદો પહોંચવાની પુરેપુરી સંભાવના છે. દર વર્ષે બટેટાના ભાવના કારણે ગુજરાતના ખેડૂતો હેરાન ાય છે પરંતુ કેન્દ્ર સરકારે યુપીમાંી ખરીદીનો નિર્ણય કર્યો છે અને ગુજરાત સામે જોયુ ની ત્યારે ગુજરાતનો વાંક શું છે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે.