નાકીપોરા વિસ્તારમાં તપાસ અભિયાન દરમિયાન શરૂ થઈ હતી અથડામણ
કાશ્મીરમાં છેલ્લા બે મહિનાથી સતત અશાંતિ ભર્યો માહોલ છવાયો છે અને એક પછી એક આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. ગત બુધવારે સોપોરના મુખ્ય બજારમાં આતંકવાદીઓએ પોલીસ ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં ચાર પોલીસ કર્મચારીઓને ઈજા પહોચી હતી હુમલો કરનારા આતંકીઓને ઝડપવા માટે પોલીસે સર્ચ અભિયાન પણ ચલાવ્યું હતુ.
બીજી તરફ સુરક્ષા દળોને સોપોરના નાથીપોરા વિસ્તારમાં સંદિગ્ધ આતંકવાદીઓ ઘૂસયા હોવાની બાતમી મળી હતી આ બાતમી મળતાની સાથે વિસ્તારને રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે તપાસ અભિયાન શ‚ કર્યું હતુ આ અભિયાન દરમિયાન બે આતંકીઓએ ગોળીબાર શ‚ કર્યો હતો. સેનાએ પર વળતો જવાબ આપતા બંને આતંકવાદીઓ ઠાર થયા હતા આ આતંકીઓને ઠાર કરીને સેનાએ પોલીસ ઉપર થયેલા હુમલાનો બદલો લીધો હતો.
ઠાર થયેલા બંને આતંકીઓ સોપોરમાં પોલીસ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામા સંડોવાયેલા હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી આતંકવાદીઓ પોલીસને નિશાન બનાવી રહ્યા હોવાથી સુરક્ષા દળો આ બાબતે વધુ સતર્ક બન્યા છે. આ ઉપરાંત સમયાંતરે સર્ચ ઓપરેશન કરીને આતંકી પ્રવૃત્તિઓને ડામવા માટેની કવાયત શ‚ કરવામાં આવી છે.